તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:પાલિકાના સફાઈકર્મીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરાઈ

આદિપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની મહામારીમાં સફાઈનું મહત્વ સમજાવાયું
  • સંકુલની વિંગ્સ ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટની પહેલને મળ્યો આવકાર

સંકુલમાં વિવિધ સામાજિક પ્રવૃતિઓમાં અગ્રેસર એવા વીંગ્સ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવી પહેલ કરી ગાંધીધામ પાલિકાના સફાઈ કર્મચારીઓના હાથે રાખડી બાંધીને પવિત્ર પર્વ રક્ષાબન્ધનની ઉજવણી કરવામાં આવી હતી.

ટ્રસ્ટના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ કહ્યું હતું કે, કોરોના કાળમાં કોઈ પણ ભય વિના સફાઈ કર્મચારીઓએ પોતાની ફરજ નિભાવી સફાઈ - સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું છે. તેમણે આ સમયમાં જે કર્યું છે તે અભીનંદનને પાત્ર છે. પાલિકા પરિસરમાં સર્વે કર્મચારીઓને રાખડી બાંધવામાં આવી હતી. આ સમયે ટ્રસ્ટના ચૈતાલી વસા, વિલ્પા શાહ, પ્રીતિબા સોઢા, માધવી ચેનાની સહિતના સદસ્યગણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...