તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લક્ષ્મી પૂજન:ધન્વંતરી પ્રાગટ્ય દિને પૂજન અર્ચન કરાયું, વેપારીઓએ લક્ષ્મી પૂજન કર્યું : સંકુલમાં અન્ય સંસ્થાઓએ પણ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે સંકુલના 100થી વધુ દુકાનદારો વેપારીઓએ મુહૂર્ત સાચવીને લક્ષ્મીપૂજન કર્યું હતું. લક્ષ્મીજીની કૃપાદ્રષ્ટી વરસતી રહે તે માટે પરીવાર સાથે પ્રાર્થના પણ કરી હતી. નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા તબીબોના ઇષ્ટદેવ ભગવાન ધન્વંતરીના પ્રાગટ્ય દિને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે બપોર બાદ દિવાળી હોવાથી શુભ મુહુર્તમાં વેપારીઓએ લક્ષ્મીપૂજન પણ કર્યું હતું. બજારમાં પણ ભીડ જોવા મળી રહી છે. આ પ્રસંગે ઈન્ડીયન મેડિકલ એસોસિએશન અને આરોગ્ય ભારતીના તબીબો ઉપસ્થિત રહ્યા એનએમઓ પ્રમુખ ડો.અશોક ઠક્કર, આઈએમએ પ્રમુખ ડો.ધૈવત મહેતા અને રાજાભાઇ બ્લડ બેન્કના પ્રમુખ ડો. સુનિલ મસંદ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

સમગ્ર આયોજનમાં ડો.હિતેશ ઠક્કર અને યામિનીબેન, ડો.નરેશ જોશી, ડો. ચંદ્રકાંત ઠક્કર સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ડો.અંજુરાની, ડો.ચેતન વોરા, ડો.નીતિન ઠક્કર, ડો.ઋષિકેશ ઠક્કર, ડો.લલિત પ્રજાપતિ, ડો.દિનેશ હરાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પૂજન અર્ચનમાં 40 તબીબો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ સંકુલમાં અન્ય સંસ્થાઓએ પણ ધાર્મિક કાર્યક્રમ સાથે ધન્વંતરીનું પૂજન કર્યું હતું. સંસ્થાઓ, મંદીરોમાં પૂજન અર્ચન કરાયા હતા. તો વેપારીઓએ બપોર પછી પોતાની કચેરીઓમાં પૂજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો