વિરોધ:વાડીનારના 21 કર્મચારીઓને કંડલા મુકવામાં આવતાં થયો વિરોધ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નો હોવા છતાં બદલી કરવામાં આવી હોવાનો સૂર
  • ખાનગીકરણના ભાગરૂપે નિયમ વિરુદ્ધ કામગીરી કર્યાનો આક્ષેપ

દીનદયાળ પોર્ટ દ્વારા વાડીના ખાતે ટગ પર કામ કરતા 21 જેટલા કર્મચારીઓની કંડલામાં બદલી કરવામાં આવતા દોડધામ મચી ગઇ છે. આખું યુનિટ ખાલી કરી દેવા પાછળ ખાનગીકરણની પ્રક્રિયા કામ કરતી હોવાનો આક્ષેપ પણ મજૂર સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. ડીપીટી ના ચેરમેનને આ બાબતે એચએમએસે ધા નાખીને મજૂર અદાલતમાં દાવો ચાલતો હોવા છતાં કેવી રીતે આ નિર્ણય લેવાયો તે અંગે તકરાર કરી ને ન્યાયની માગણી કરી છે.

ડીપીટીના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ઘણા સ્થળો પર હવે ખાનગીકરણની પ્રક્રિયા ના ભાગરૂપે પગલાં ભરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. અવારનવાર જે તે સમયે જે તે યુનિયનો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવે છે પરંતુ પોર્ટ તે પ્રત્યે ધ્યાન આપવું જોઈએ તેમ આપતું નહોય તેમ વિવિધ મંડળોને જણાતું નથી. ખાનગીકરણની પ્રક્રિયાના ભાગરૂપે કે અન્ય કારણોસર આઉટસોર્સિંગથી કામગીરી આપી દીધી હોય વાડીનાર માં ટગમાં કામ કરતા કર્મચારીઓની સાગમટે કંડલામાં બદલવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

આ બદલીના હુકમ પછી એઓ બિલ્ડીંગ ખાતે આજે આ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને એસ.એમ.એસ.ના આગેવાનો સાથે દીનદયાળ પોર્ટ ના ચેરમેન સંજય મહેતાને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહીની માગણી કરી હતી.

150થી વધુ ફાઈલો પેન્ડીંગ પણ અધિકારી પોતાની મોજમાં!
ગાંધીધામ આદિપુર ટાઉનશીપ વિભાગમાં ફાઈલોનો યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. ગેરરીતીઓ અંગે ઉઠતી રાવમાં બહાર આવતી માહીતી અનુસાર દોઢસોથી વધુ ફાઈલો પેન્ડીંગ છે, પરંતુ જે તે વિભાગના મહિલા અધિકારી તે અંગે કોઇ ધ્યાન આપ્યા વિના માત્ર વ્યાલા દ્વોલાની નીતિ અપનાવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ પાછળ કારણવીના ના ઓવરટાઈમમાં ખાવાનું કામ બંધ થવાનું હોવાની પણ ચર્ચા છે. નોંધવુ રહ્યું કે અગાઉ પણ તેમના વિરુદ્ધ ગેરવર્તનની ફરિયાદો ઉઠી હતી, તો કોઇ ઉચ્ચ અધિકારી દ્વારા તેમને છાવરતા હોવાથી આ પ્રકરણ ચાલતુ હોવાની પણ ચર્ચા છે.

નિયમના ભંગની પણ ફરિયાદ કરાઈ
સૂત્રોના જણાવ્યા મુજબ જે તે કર્મચારીઓને જે તે સમયે નોકરી આપવામાં આવી હોય તે સ્થળેથી બદલવા હોય તો નિયમ મુજબ તેને જાણ કરવી જોઈએ. સામાન્ય રીતે તો આ કર્મચારીઓને અન્યત્ર ખસેડવામાં આવતા નથી ત્યારે ખસેડવા હોય ત્યારે તેને વિશ્વાસમાં પણ લેવા જોઈએ તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જણાતું નથી.

અન્ય સમાચારો પણ છે...