બોર્ડ મીટિંગ:ઢંકાયેલા ગોડાઉનમાં ભાડાની શરત 60 દિવસ કરવા સહિતની દરખાસ્ત

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીન દયાળ પોર્ટની બોર્ડ મીટિંગ 10મી તારીખે બોલાવવામાં આવી
  • ઓઇલ જેટી નં. 9,10,11 વિકાસ, સંચાલન સમયગાળો 30 વર્ષની રાહત આપવાનો પણ સમાવેશ

દીન દયાળ પોર્ટની નવા વર્ષે આગામી તા.10મીના રોડ બોર્ડ મીટિંગ બોલાવવામાં આવી છે. આ મીટિંગને લઇને વોલ્યુમ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં 1-9-2021થી 24-10-21 સુધીના સમયગાળા દરમિયાન આયાતી ખાતરના જહાજનો સંગ્રહ, ઢંકાયેલા ગોડાઉનમાં ભાડાની શરતો પર 30ને બદલે 60 દિવસ કરવા સહિતની બાબતોને આવરી લેવામાં આવી છે.

પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બોર્ડ મીટિંગમાં લેવામાં આવેલી બાબતોમાં પોર્ટ કર્મચારીઓ, કામદારોના આશ્રિત સભ્યો કાયદેસરના વારસદારોને કોવિડ-19ને લઇને જીવનના જોખમે આવરી લેવા માટે વળતર ચૂકવવા આવેલી 21 દાવાઓ પર ચર્ચા વિચારણા કરીને મંજુરી અપાશે. ઉલ્લેખનીય છે કે, અવસાન પામેલ કર્મચારીના પરીવારને 50 લાખ વળતર આપવા નક્કી કરાયું છે. કરાર આધારીત પાઇલોટની ગ્રાન્ટનું લાયસન્સ નક્કી કરવા સહિતની અન્ય બાબતોને પણ લેવામાં આવી છે.

ઉપરાંત અઠવાડીયામાં કામકાજના દિવસોની સંખ્યા વિવિધ પોસ્ટ પર પાંચ દિવસનું સપ્તાહ કરવા સ્ટીવીડોર્સ તરફથી આવેલી દરખાસ્ત વાડીનાર અને ડીપીટી પાણીમાં એસપીએમ અને બે પ્રોડક્ટ જેટી ધરાવતી મરીન લીકવીડ ટર્મીનલની સુવિધા વધારવા વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે.

ક્રૂ સાથે બે મુરીંગ લોચ ભાડે રાખવાની બાબતનો એચએમએસ દ્વારા વિરોધ
એચએમએસના પ્રમુખ અને લેબર ટ્રસ્ટી એલ. સત્યનારાયણ દ્વારા ચેરમેનને પત્ર પાઠવી મરીન ક્રૂ સાથે બે મુરીંગ લોચ ભાડે લેવા યુનિયનો સાથે ચર્ચા કરવી જરૂરી હતી. જે અંગે તેને અને મોહન આસવાણીએ નાયબ સંરક્ષણને અભિપ્રાય આપ્યો હતો કે, ક્રૂ સાથે બે મુરીંગ લોચ ભાડે રાખવાની કોઇ તાકીદ નથી. સારી રીતે કામ ચાલી રહ્યું છે. તેમ છતાં નકારાત્મક વલણ અને સીપીટીનું સંચાલન ખાનગીકરણના લેવાતા નિર્ણયથી યુનિયનોની અવગણના થઇ છે. ખોટી અને ગેરમાર્ગે દોરનારી જહાજને મુરીંગ અને અનમુરીંગ પોર્ટની મુખ્ય પ્રવૃતિ છે. તેવો પણ અભિપ્રાય આપીને કર્મચારીના હિતમાં એજન્ડા નં.18 પાછી ખેંચવા માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...