ચોરી:બેંક મેનેજરના ઘરમાંથી 70 હજારની માલમત્તા ચોરાઇ

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલમાં વેકેશન બાદ ચોરીના બનાવો બહાર આવી રહ્યા છે
  • ભવાનીનગરમાંથી 40 હજાર રોકડ અને 30 હજારના દાગીના લઇ જવાયા

ગળપાદરના ભવાનીનગરમાં રહેતા બેંકમેનેજર પોતાના વતન ગયા બાદ તસ્કરોએતેમના બંધ મકાનને નિશાન બનાવી રૂ.40 હજાર રોકડ અને રૂ.30 હજારના દાગીના સહિત કુલ રૂ.70 હજારની માલમતાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ બિહારના હાલે ગળપાદરના ભવાનીનગર મકાન નંબર- 146/બી માં રહેતા અનેગાંધીધામ આઇસીઆઇસીઆઇ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 34 વર્ષીય વિનયભાઇ અમરકાંતભાઇ મિશ્રા તહેવારોના દિવસોમાં તા.29/10 ના રોજ ઘર બ઼ધ કરી પોતાના વતન ગયા હતા.

ગત સવારે નવ વાગ્યાના અરસામાં ઘરે પરત ફર્યા ત્યારે અજાણ્યા તસ્કરોએ દરવાજા તોડી લોખંડના કબાટમાં રાખેલો રૂ.40,000 રોકડ ભરેલો થેલો તેમજ રૂ.30,000 ની કિંમતના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.70,000 ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. તેમણેનોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઇ આર.એમ.બરાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ દિવાળી વેકેશન દરમિયાન અમુક ઘરફોડ ચોરીઓ નોંધાઇ છે તો હવે ધીમે ધીમે ખુલતા વેકેશને વધુ એક ચોરી નોંધાતાં તહેવારોના સમયમાં સંકુલમાં તસ્કરો સક્રિય રહ્યા હોવાનું પ્રમાણ મળે છે.

શિણાયમાં ઘરના દરવાજાનો નકૂચો તોડી ચોરીનો પ્રયાસ કરાયો
ગળપાદરના ભવાનીનગરમાં બેંક મેનેજરના બંધ મકાનમાંથી રૂ.70 હજારની માલમત્તાની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હોવાની ફરીયાદ સાથે શિણાય સીમમાં આવેલા આકારવીલામાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મુળ પાટણના દિનેશભાઇ ઇશ્વરભાઇ પટેલ ગઇકાલે વતનમાં હતા ત્યારે તે.મના પડોશી નાગજીભાઇ રાજપુતે ફોન કરીને જાણ કરી હતી કે તમારા મકાનના તાળા તૂટ્યા છે. આ જાણ થતાં તેઓ ઘરે પરત ફર્યા હતા અને તપાસ કરી તો મકાનના દરવાજાનો નકૂચો તોડી તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. સદ્દભાગ્યે કંઇ ચોરાયું ન હતું. તેમણે આદિપુર પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...