ક્રાઇમ:રેલ્વે કર્મીના ઘરમાંથી 3.50 લાખની માલમત્તા ચોરાઇ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં 3.10 લાખના દાગીના અને 40 હજાર રોકડ ઉપાડી જવાઇ

ગાંધીધામની રેલ્વે કોરોનીમાં રહેતા સિનિયર ગુડ્ઝ ગાર્ડના પુજા રૂમનું પતરૂં તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ 3.10 લાખના દાગીના અને રૂ.40 હજાર રોકડ મળી કુલ 3.50 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

ગાંધીધામ રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વેમાં સિનિયર ગુડ્ઝ ગાર્ડ તરીકે ફરજ બજાવતા અમિત સુદર્શન કુશ્વાહએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગત સાંજે પરિવાર સાથે મકાન બ઼ધ કરી સુંદરપુરીમાં બિમાર સબ઼ધીની ખબર કાઢવા ગયા હતા. રાત્રે દસેક વાગ્યે ઘરે પરત આવ્યા ત્યારે પાછલા વરંડા અને રુમની લાઇટો ચાલુ જોતાં ચોંક્યા હતા. તાત્કાલીક ત્યા઼ જઇને જોયું તો પૂજા રૂમનું સિમેન્ટનું બનાવેલું પતરૂં તૂટેલું જોવા મળ્યું હતું.

ઘરની અંદર ગયા તો સામાન વેર વિખેર પડ્યો હતો તપાસ કરતાં પતરૂં તોડી ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ કબાટમા઼થી રૂ.1,90,000 ની કિંમતનો 3.5 તોલાનો સોનાનો સેટ, રૂ.80,000 ની કિંમતની સોનાની 3 ચેઇન, રૂ.40,000 ની કિંમતની સોનાની 4 વીંટી તથા રૂ઼40,000 રોકડ મળી કુલ રૂ.3,50,000 ની માલમત્તા ચોરી કરી હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એમ.એમ.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સંકુલમાં ઘરફોડ ચોરીનો સિલસિલો નવા વર્ષમા઼ પણ જારી રહ્યો છે. અગાઉ પણ રેલ્વે કોલોનીના ઘરમાંથી ચોરીઓ થઇ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...