ઉજવણી:હિન્દી સપ્તાહ નિમિત્તે નિબંધ, લેખન સહિતના કાર્યક્રમો યોજાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીન દયાળ પોર્ટ દ્વારા હિંદી સપ્તાહની ઉજવણી

હિંદી દિવસના અનુસંધાને દીન દયાળ પોર્ટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ નંદીશ શુકલાએ હિંદી સપ્તાહનું ઉદ્દઘાટન કર્યું હતું. અઠવાડીયા સુધી કોવિડ પ્રોટોકલનું પાલન કરીને જુદા જુદા કાર્યક્રમો, હરિફાઇઓનું આયોજન કરવામાં આવ્યું છે.

દીન દયાળ પોર્ટ દ્વારા હિંદી ભાષાને વધુને વધુ વેગ મળે તે દિશામાં લેવાઇ રહેલા વહીવટી પગલાની સરાહના થઇ હતી અને એવોર્ડ પણ મળ્યા છે. દરમિયાન હિંદી સપ્તાહ અંતર્ગત તાજેતરમાં હિંદી નિબંધ, લેખન હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓના સંતાન અને છાત્રોએ ઉમળકાથી ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હિંદી ભાષાનો ઉપયોગ વધુને વધુ થાય તે દિશામાં ચેરમેન એસ.કે. મેહતા સહિતની ટીમ કાર્યરત છે. હિંદી વિભાગનો પણ સહયોગ મળે છે.

અન્ય સમાચારો પણ છે...