તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કાર્યવાહી:અંજાર-રામપરના બે વિરૂધ્ધ બાળ અશ્લિલતા અંગે કાર્યવાહી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજાર અને રામપર રહેતા બે યુવાનોએ ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય અપલોડ કરી હોવાની ટીપલાઇનના આધારે મોબાઇલ એફએસએલમાં મોકલી અંજાર અને કંડલા મરિન પોલીસે કાર્યવાહી કરી હતી.

આ બાબતે અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, મુળ ભીમાસરના હાલે અંજારના શક્તિનગર ઓમનગરમાં રહેતા 21 વર્ષીય સાહિલ બાબુભાઇ પરમારે પોતાના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય અપલોડ કર્યુ઼ હોવાની સરહદી રેન્જ સાયબર પોલીસ મથકની મળેલી ટીપલાઇનના આધારે તેનો મોબાઇલ ચેક કર્યો હતો પરંતુ આવું કોઇ સાહિત્ય ન મળતાં ડીલીટ કર્યું હોવાની શંકાના આધારે તેનો મોબાઇલ એફએસએલ તપાસ માટે મોકલ્યો હતો. તો અંજારના રામપર ગામમાં રહેતા 44 વર્ષીય શામજીભાઇ ડાહ્યાભાઇ છૈયાનો મોબાઇલ પણ મળેલી ટીપલાઇનના આધારે કંડલા મરિન પોલીસે તપાસી એફએસએલમાં મોકલાવી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...