પાલિકાની કામગીરી પર ઉઠતા સવાલ:ગાંધીધામ રેલવે સ્ટેશનના ગેટ આસપાસ નાળાઓ પર ફરી દબાણ વધ્યું

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના પ્રવેશ દ્વાર સમા રેલવે સ્ટેશન ગેટ આસપાસ અગાઉ દબાણો હટાવાયા બાદ ફરી ખડકાઈ જતા શહેરના પ્રબુદ્ધ વર્ગમાં રોષની લાગણી ફેલાઈ છે. અહિ નાળાઓ પર નોનવેજ વેંચાણથી લોકોના આરોગ્ય પર અને ભાવનાઓ બન્ને પર ખતરો હોવાનો સુર અગાઉ પણ અનેક વાર ઉઠી ચુક્યો છે ત્યારે ફરી થઈ ગયેલા દબાણો પાછળ સતાપક્ષનાજ કેટલાક સમર્થકો હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયું છે.

ગાંધીધામના પ્રવેશ દ્વારા સમા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પાસે ગંદકી અને ખુલ્લા નાળાઓના કારણે દુર્ગંધનો પ્રશ્ન લાંબા સમય સુધી લોકોને પરેશાન કરતો રહ્યો, જેને કવર કરી તેમજ વૃક્ષારોપણ કરીને શહેર પ્રવેશતા લોકોના લોકો માટે એક સુંદર છબી ઉભી કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ હવે ફરી રેલવે સ્ટેશન પાસે નાળાઓ ઉપર લારી ગલ્લાના દબાણો ઉભા થઈ જતા પ્રશ્નો સર્જાયા હતા. શહેર માટે વરસાદી પાણીના ભરાવા માટે મુખ્ય નાળો અહિ આવેલો છે, ત્યારે તેના પર હટાવ્યા બાદ પણ ફરી ઉભા થતા દબાણોના કારણે ઘણા લોકોની લાગણીઓ આહત થઈ રહી છે ત્યારે આ અંગે કઠોર પગલા કેમ નથી ભરાઈ રહ્યા તેમજ કોણ જવાબદાર છે તે અંગે તર્ક વિતર્કોને સ્થાન મળી રહ્યું છે. નવા દબાણને ઉભા થતા રોકવામાં કેમ નથી આવતાં તે પ્રશ્ન પણ ઉઠવા પામી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...