કામગીરી:સેક્ટર 1-એમાંથી ઓરડી સહિતના દબાણો હટાવાયા, નગરપાલિકાએ પુન: આદરી દબાણ હટાવ ઝૂંબેશ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં અન્ય દબાણો પર પણ લાલ આંખ કરાશે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ કે અન્ય દબાણો દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ પછી હવે 1-એ વિસ્તારમાં ઓરડીના દ બાણોની સાથે કેબિનો મુકવામાં આવી હતી તે અંગે પણ આજે ઓપરેશન હાથ ધરીને બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચાર જેટલા આવા દબાણો હટાવવામાં આવ્યા હતા.

નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી શહેરના પ્રવેશદ્વાર સહિતના વિસ્તારોમાં આડેધડ ઉભા રહેલા લારી ગલ્લા ધારકોને ખસેડવામાં આવ્યા પછી આ વર્ગ વૈકલ્પિક વ્યવસ્થાન માગણી કરી રહ્યો છે. દરમિયાન થોડા સમયના વિરામ પછી આજે પાલિકાએ ફરી એક વખત દબાણ હટાવ ઝુંબેશ ચાલું કરી હતી અને દબાણ હટાવ્યા પછી આગામી દિવસોમાં અન્ય દબાણો પર પણ તવાઇ લાવવામાં આવે તેવી શક્યતા છે. આ અંગે પાલિકાએ તૈયારી પણ શરૂ કરી દીધી હોવાના સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...