મત બુથ માટે સર્વેક્ષણ:વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો સરકારી કચેરીઓમાં ધમધમાટ શરૂ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર કચેરીએ શિક્ષકો કરી રહ્યા છે એન્ટ્રી
  • ગાંધીધામના તમામ સરકારી કર્મચારીઓની ગણના, તેની માહિતી એકત્ર કરવાનું શરૂ કરાયું કાર્ય

વિધાનસભાની ચૂંટણીઓ હજી જાહેર નથી થઈ પરંતુ આજ વર્ષ તે અપેક્ષીત હોવાથી સરકારી કચેરીઓમાં તેનો ધમધમાટ અત્યારથીજ શરૂ થઈ ગયો છે. ગાંધીધામની મામલતદાર કચેરી દ્વારા મતબુથોનું પ્લાનીંગ અને સરકારી કર્મચારીઓની ગણના અને માહિતી એકત્રી કરણનું કાર્ય શરૂ કરી દેવાયું છે. ગાંધીધામમા વિધાનસભા ક્ષેત્રમાં અંદાજે 300થી વધુ બુથ હોવાનો અંદાજ છે ત્યારે આગામી વિધાનસભા ચુંટણીમાં જનસંખ્યા આધારે તેની વ્યવસ્થા કઈ રીતે કરવી તેને લઈને સર્વેક્ષણનો આરંભ કરાયો હતો.

તાજેતરમાં યુપીમાં થયેલી ચુંટણીમાં એક બુથ પર એક હજારથી વધુ મતદારોની સંખ્યા ન રાખવાનો નિર્ધાર કરાયો હતો, જો આજ ફોર્મેટ પર અહી પણ નિર્ણય લેવામાં આવશે તો બુથની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવો સંભવ છે. બીજી તરફ ચુંટણીની ફરજ પર તૈનાત કરવા તમામ કેંદ્ર, રાજ્ય સરકારના કર્મચારીઓની માહિતીનું એકત્રીકરણ શરૂ કરી દેવાયું છે. તેની એંટ્રીમાં કોઇ ભુલની ગુંજાઈશ ન રહે તે માટે શિક્ષકોની મદદ લેવામાં આવી રહી છે.

જવાબદારીથી બચવાના ગલ્લાતલ્લા નહિ ચાલે
લોકશાહીના મહાપર્વ ચુંટણીમા જવાબદારીઓથી છુટવા કેટલાક કર્મચારીઓ ગલ્લાતલ્લા કરીને બીમારી, ઘરેલુ જેવા ઘણા બહાનાઓ આગળ ધરતા જોવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર કર્મચારીઓની પુર્વ પર્ફોમન્સને પણ ધ્યાને લેવામાં આવતી હોવાથી આ પ્રકારની બહાનાબાજી નહિ ચલાવી લેવાય તેવો સુર ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...