વિવાદ:સિનેમામાં ગર્ભવતીને પેટ પર ધોકો માર્યો, દંપતિ પર ધારિયા ધોકા સાથે હુમલો કરનાર 4 વિરૂધ્ધ ગુનો નોંધાયો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગાંધીધામના સિનેમા હોલ ઉપર ટીકીટ બારી પર મળ્યા બાદ જુની અદાવતનું મનદુ:ખ રાખી ધારીયા અને ધોકા સાથે 5 જણાઅે દંપતિ ઉપર હુમલો કર્યો હતો. હુમલો કરનાર પૈકી એકે તો ગર્ભવતી મહિલાના પેટ પર ધોકો મારી ઇજા પહોંચાડી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. કિડાણામાં રહેતા માયાબેન મનોજભાઇ મહેશ્વરી ગત રાત્રે પતિ મનોજભાઇ અને પુત્ર સાથે રાજહંસ સિનેમામાં ફીલ્મ જોવા ગયા હતા.

તેઓ ટિકિટબારી પર ઉભા હતા ત્યારે તેમના પતિની આગળ ઉભેલો પ્રકાશ ઉર્ફે કારો મહેશભાઇએ પતિ સાથે બોલાચાલી કરી ફોન કરી પચાણ મતિયા, કીશોર ઉર્ફે જીગલો મતિયા, જગદિશ ઉર્ફે ઝાખરો અને વિનોદને બોલાવી લીધા હતા. અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી પચાણ મતિયાએ માયાબેનને ધોકો તેમને પીઠમાં માર્યો હતો, કિશોર ઉર્ફે જીગલાએ ધારિયા વડે કાનમાં ઇજા પહોંચાડી હતી અને પચાણે પેટના ભાગે ધોકો મારી ઇજા પહોંચાડી હતી.

તેમના પતિ મનોજને પણ આ પાંચે જણાએ ધક બુશટનો માર માર્યો હતો. પોલીસની ગાડી આવતાં આ પાંચે જણા ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત માયાબેન ગર્ભવતી હોઇ સારવાર અર્થે ગાયનેક પાસે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમણે નોંધાવેલી ફરીયાદના આધારે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે આ કેસ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

તુણા બંદર પર રૂ.100 મજુરી માટે ટ્રક ચાલકને પાઇપ ફટકારાયો
મીઠીરોહરના ક્રીષ્ના પાર્કીંગની ટ્રક ચલાવતા કૈલાશભાઇ પુસાભાઇ ધાયલ અને માંગીલાલ ગોપીરામ બિશ્નોઇ ગત સાંજે બે ટ્રક લઇને તુણા બંદરે કોલસો લોડ કરવા ગયા હતા. તુણા રહેતા મામદ ચેલાએ માલ ભરાયા બાદ તાલપત્રી બા઼ધ્યા બાદ ખલાસી માટે રૂ.600 મજુરીના કહેતા઼ તેમણે રૂ.500 ચાલે છે કહેતાં ઉશ્કેરાયેલા મામદે ગાડીમા઼થી લોખંડનો પાઇપ કાઢી કૈલાશભાઇને માર્યો હતો. આસપાસ રહેલા લોકોએ તેને છોડાવ્યો હતો. તેમણે ક઼ડલા મરીન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આદિપુરમાં ચાર શખ્સોએ યુવાનને માર માર્યો
આદિપુરના સિંધુવર્ષા વિસ્તારમાં બનેલી ઘટના બાબતે ભુજ જનરલ હોસ્પિટલ પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રૂપેશ રબારી નામના યુવાન સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ શનિ આસનાની, રિતિક ભાનુશાલી, દેવ અને લોટીએ ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાનું ઇજાગ્રસ્ત રૂપેશને લઇ આવનાર નિલેશ ચૌહાણે પોલીસ ચોકીને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...