તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ્રાગપર પાસે કારમાંથી 2.32 લાખનો દારૂ મળ્યો, આરોપી હંમેશની જેમ ફરાર

ગાંધીધામ/આડેસર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોર્ચના ઇશારે કાર રોકી તો બુટલેગર ગાડી મુકી ભાગ્યો
  • સ્થાનિક પોલીસે કાર સહિત કુલ રૂ.7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાપર તાલુકાના પ્રાગપર પાસે બાતમીના આધારે વોચમાં ઉભેલી સ્થાનિક પોલીસે ટોર્ચના ઇશારે કાર ઉભી રાખવાનું કહેતાં બુટલેગર કાર મુકી અંધારાનો લાભ લઇ બાવળમાં અલોપ થઇ ગયો હતો પણ પોલીસને કારમાંથી રૂ.2.32 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

આ બાબતે આડેસર પીએસઆઇ વાય.કે.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે જનરલ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, હમીરપર ગામ તરફથી સફેદ કલરની ઇનોવા કારમાં પ્રાગપરનો શૈલેષ રાધુ કોલી વિદેશી દારૂનો જથ્થો ભરી મોટી હમીરપરથી ભીમાસર ત્રણ રસ્તા પરથી પસાર થઇ પ્રાગપર જઇ રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવાઇ હતી. બાતમી મુજબની કાર આવતાં ટોર્ચના ઇશારે કાર રોકવાનું કહેતાં આરોપીએ કાર 500 મીટર દૂર ઉભી રાખી અંધારાનો લાભ લઇ ઝાડીમાં નાસી ગયો હતો.

પોલીસે ઇનોવા કારની તલાશી લેતાં તેમાંથછ રૂ.2,32,320 ની કિંમતના વિદેશી દારૂની 588 બોટલ મળી આવતાં પોલીસે રૂ.5,00,000 ની કાર સહીત કુલ રૂ.7,32,320 નો મુદ્દામાલ કબજે કરી ફરાર થયેલા શૈલેષ રાધુ કોલી વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં PSI સાથે હેડકોન્સ્ટેબલ ધ્રુવદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ હકુમતસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, વિષ્ણુદાન ગઢવી, ભરતજી ઠાકોર, ગાંડાભાઇ ચૌધરી, ઇશ્વર કાંદરી, રાકેશ ચૌધરી, મહેન્દ્રસિંહ છાયદરા, સુરેશ ચૌધરી વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...