પરેશાની:પ્રિ-મોન્સુનની કામગીરી કાગળ પર 3-એ, 4-બી સહિતના વિસ્તારમાં વીજ ધાંધિયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં પણ અવારનવાર વીજળી ડૂલ

ગાંધીધામ- આદિપુરમાં પ્રિ-મોન્સુનની નબળી કામગીરીને કારણે લોકો હેરાન- પરેશાન થઇ રહ્યા છે. 3-એ, 3-બી, 4-બી સહિતના વિસ્તરમાં તો કલાકો સુધી લાઇટ ડૂલ રહેતા લોકોમાં આક્રોશ વધી ગયો હતો.

વરસાદી માહોલમાં વિજ કંપનીની નબળાઇ છતી થઇ ગઇ હતી. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં કલાકો સુધી વિજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. રામબાગ ડિવિઝનમાં ફરિયાદ કરવા છતાં અધિકારી દ્વારા પણ ધ્યાન આપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી. દરમિયાન વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ પગલા ભરવામાં આવી રહ્યા છે અને ઝડપથી વીજ પુરવઠો શરૂ થાય તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. જોકે, સિક્કાની બીજી બાજુ એવી પણ વાત બહાર આવી છે કે, અહીંનું મટિરીયલ અન્યત્ર વપરાયું હોવાથી અહીં ઘટ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...