શક્યતા:ડીપીટીમાં વધુ 1 યુનિયને ઝુકાવતા સભ્ય સંખ્યામાં ભાગલાની શક્યતા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એચએમએસ, કેપીકેએસ સહિતના યુનિયનો કાર્યરત છે
  • નવા યુનિયનને માન્યતા મળતા જ શરૂ થયા અનેકવિધ સમીકરણો

ડીપીટીમાં યુનિયનો દ્વારા તબક્કાવાર ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં આગામી દિવસોમાં જ્યારે યુનિયનના સભ્ય સંખ્યાની કામગીરી અંગે મહત્ત્વનો તબક્કો આવ્યો છે. તેવા જ સમયે એક વધારાના યુનિયનને માન્યતા મળતા કુલ પાંચ યુનિયનો હાલ થયા છે.

છેલ્લા કેટલાય સમયથી કંડલા પોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયન (એચએમએસ), કંડલા પોર્ટ કર્મચારી સંઘ (કેપીકેએસ), કુશળ બિન કુશળ અસંગઠીત કામદારો વગેરે યુનિયનો પોત પોતાની રીતે કામદારોના હિત મુદે અવારનવાર અવાજ ઉઠાવી રહ્યા છે. મુદ્દા ઉઠાવીને કામદારોના મુદ્દા ઊભા કરીને પોર્ટના સત્તાધીશો અને જે તે સમયે જે તે પ્રશ્નનો ઉકેલ આવે તે માટે રજુઆતો કરી ચૂક્યા છે. યુનિયનના સભ્યો નોંધણી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને ગુપ્ત મતદાનની પણ એક તબક્કે માગણી થઈ હતી. નવા રચાયેલા યુનિયનમાં પ્રમુખ તરીકે નિતીન શાહનું નામ છે જ્યારે અન્ય 11 જેટલા જૂના કર્મચારીઓ કે જે તે યુનિયનમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા તે સહિતના નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...