તપાસ:વ્હેલ માછલીના એમ્બરગ્રીસની દાણચોરીમાં ગાંધીધામ કનેકશન ખુલવાની શક્યતા

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 7 કરોડના પરફ્યુમમાં ઉપયોગમાં આવતી ‘વ્હેલની વોમીટ’ થઈ હતી જપ્ત
  • સંકુલના શખ્સે જુનાગઢના ષડયંત્રકારીને ગ્રાહક ગોતવા કહ્યું હોવાની વકીથી તપાસ

અમદાવાદમાં સૌથી મોટા જીવ કહેવાતા બ્લુ વ્હેલના એક ભાગ કે જેનો ઉપયોગ પરફ્યુમ સહિતના વિભીન્ન ઉપયોગમાં કરાય છે, તેના માર્કેટ કિંમતના 7 કરોડના જથ્થા સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. આ તપાસ આગળ ધપતા તેના મુખ્ય સુત્રધારને પણ જુનાગઢથી ઝડપી પડાયો હતો,પરંતુ તેના તે સાથે ગાંધીધામ સાથે પણ તાર જોડાતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અહિનાજ એક શખસે તે ‘બહુમુલ્ય’ જથ્થા માટે ગ્રાહક ગોતવાનું કાર્ય જુનાગઢના શખ્સને આપ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા તપાસ ટીમોની દિશા તે તરફ વળવા પામી છે.

સૌથી મોટી મહાકાય મચ્છલી વ્હેલના આંતરડામાં પેદા થતો પદાર્થ કે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે અને મહતમ કિસ્સાઓમાં વ્હેલ વોમીટ તરીકે બહાર કાઢતી હોવાથી ‘વ્હેલ વોમીટ’ તરીકે પણ ઓળખાતા પદાર્થના 5.35 કિલોના જથ્થા સાથે ત્રણ શખસોને પોલીસે અમદાવાદથી ચાર દિવસ પહેલા ઝડપી પાડ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં પણ તે ‘વ્હેલ વોમીટ’ હોવાનું સાબીત થઈ ગયું હતું. જેમાં જુનાગઢના શરીન છેડા, ભાવનગરના ખાલીફ ઓફિ, અને રાજસ્થાનના ઉદયપુરના સુમેર સોની સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો.

સ્મગલીંગના આ મામલામાં પોલીસે પ્રાથમિક રીતે 10 જેટલા અન્ય લોકોની સ્પષ્ટ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર તેમાં ગાંધીધામના એક શખ્સનું નામ પણ બહાર આવી રહ્યું છે, જેની સામે એમ્બરગ્રીસ માટે ગ્રાહક ગોતવાની જવાબદારી સોંપાઈ હોવાનું જાણવા મળે છે. હાલ તપાસનીસ એજન્સીઓ મગનું નામ મરી પાડતી નથી.

શું છે એમ્બરગ્રીસ, તેનો ઉપયોગમાં શું ?
એમ્બરગ્રીસ એ સૌથી મોટા સામ્રુદ્રીક જીવ વ્હેલ માછરીના આંતરડામાં રહેલો એક પદાર્થ છે, વ્હેલ ઘણી મછલીઓ અને અન્ય સામ્રુદીક જીવોને ચાંઉ કરી જાય છે, ત્યારે તેની ચાંચો અને સ્લેસ હોય છે, જે આંતરીક સ્થળો પર ઈજા ન પહોંચે તે માટે બનેલા હોય છે. જે કેટલાક સમયાંતરે તે વોમીટ દ્વારા તેને બહાર કાઢે છે અથવા તો કેટલાક કિસ્સાઓમાં તે માટે હિંસા પણ થાય છે. આ જથ્થાનો વિશ્વના પશ્ચીમી દેશો આરોગ્ય લક્ષી ઉપયોગ કરે છે, તો પુર્વીય દેશોમાં પરફ્યુ નિર્માણ સહિતના ઉપયોગમાં તેની વીલીક્ષણ મીઠી સુંગધના કારણે ઉપયોગ કરાય છે. જે શરૂઆતમાં તો અગમ્ય ગંધ કરે છે પણ સમય જતા તે લાંબા સમય સુધી રહેનારી સુંગધમાં પરીણમે છે.

અન્ય સમાચારો પણ છે...