તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:કાર્ડ ધારકોની જાણ બહાર હેકિંગથી રાશન પગ કરતું હોવાની શક્યતા

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં સિસ્ટમ હેક કર્યાની ચર્ચાથી ચકચાર
  • ભૂતિયા કાર્ડથી ગેરરીતી, એક વ્યક્તિ ભૂગર્મમા ?

ગાંધીધામમાં રાશનના સરકારી જથ્થા સાથે ચેડા થતા હોવાની રાવ વધુ એક વાર સામે આવી છે. તાજેતરમાં પ્રકાશમાં આવેલી અમદાવાદના ઘટનાક્રમમાં આ પ્રકારની ગેરરીતી આચરનારા 49 લોકો સામે નામ સહિત ફરિયાદ નોંધાયા બાદ ઓનલાઈન રાશનકાર્ડ સાથે છેડતી કરતા તત્વો આજ રીતે ગાંધીધામમાં પણ કૌભાંડ આચરાતું હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

અમદાવાદમાં થયેલી નોંધપાત્ર ફરિયાદથી રાજ્યભરમાં ચકચાર મચી છે. તો આજ રીતે અગાઉ પણ કચ્છમાં ગેરરીતીઓ આચરાઈ ચુકી હોવાની સબંધીત વર્તુળોમાં ચર્ચાએ લોકોના કાનને સતર્ક કર્યા છે. શહેરમાં હેકિંગમાં માહિર એવા શખ્સે લોકોની જાણ બહાર ખોટા બીલ બનાવીને કે ભુતીયા રાશનકાર્ડના સહારાથી લોકોને મળવું જોઇતુ રાશનને અન્ય માર્ગોએ સગેવગે કર્યુ હતું. આ ગેરરીતી લાંબા સમયથી ચાલતી હતી, જે પ્રકાશમાં આવતા સબંધીત વ્યક્તિ ભુગર્ભમાં ઉતરી ગયો છે.

કોરોના કાળના કારણે કેંદ્ર સરકાર દ્વારા દરેક જરૂરીયાત મંદ પરિવારજનોને નિઃશુલ્ક અનાજ સપ્લાયની અવધી સતત વધારવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા અપાતો ગરીબોને મળવો જોઇતો જથ્થો બારોબાર ચાઉં થઈ જતો હોવાના આક્ષેપો ઉઠતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...