તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતચીત હકારાત્મક:ચાબહાર મુદ્દે ભારત-ઈરાન વચ્ચે હકારાત્મક વાતચીત

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને દેશના વિદેશ મંત્રીનો આગળ વધવાનો કોલ
  • ટ્રેડ વધારવા ભારત જલદી પગલા ભરે તેવી લાગણી

અફઘાનિસ્તાનમાં તાલીબાનનું સાશન આવ્યા બાદ પ્રથમ વાર ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ વિશે વિદેશ મંત્રી સ્તરની વાતચીત થઈ હતી. ભારતે કરેલા ભારે રોકાણથી આ પ્રોજેક્ટનું શું થશે તેની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો મુદો બની હતી, પરંતુ આ વાતચીત હકારાત્મક હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ભારતના ભારે રોકાણ અને કચ્છના કંડલાથી નજદીક આવેલા ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર ઘેરાયેલા સંકટના વાદળો એટલા જટીલ નહિ હોય તેવો આશાવાદ ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયસંકર અને ઈરાનના નવા વિદેશ મંત્રી આમીર અબ્દોલાહીન થયેલી વાતચીતમાં જોવા મળ્યો હતો. ઈરાનના મંત્રીની નિયુક્તી બાદ આ પ્રથમ વાતચીત હતી અને તે પણ એવી પરિસ્થિતિમાં કે જ્યારે આ પ્રોજેક્ટ આખામાં જે દેશની મહત્વપુર્ણ ભુમિકા હતી તે અફઘાનિસ્તાનમાં સતા પલટો થઈચુક્યો છે. આ તમામ વચ્ચે પણ થયેલી વાતચીતમાં ઈરાનના વિદેશ મંત્રીએ આ પ્રોજેક્ટને વધુ ગતી અને વિસ્તાર આપવા કહ્યું હતું. નોંધવુ રહ્યું કે ગત કેટલાક વર્ષોથી આ પ્રોજેક્ટને લઈને ભારતની ગતી ખુબ ધીમી હોવાની ફરિયાદ ઈરાનના રાજકીય ગલીઓથી ઉઠતી રહી છે. જોકે, અમેરીકન પ્રતિબંધો થી લઈને બદલાતા સમીકરણો જેવા વિવિધ ફેક્ટરો અનુસાર ભારત પોતાના પગલા ભરતું હોવાનું તજજ્ઞોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...