મહત્વપૂર્ણ જાહેરાતની વકી:જહાજી મંત્રીની પ્રથમ બેઠકમાં પોર્ટ વપરાશકારોએ જમીનનો મુદો ઉઠાવ્યો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટ ટ્રાન્સફર સહિતના અનેકવિધ પ્રશ્નોથી ગાંધીધામ અને આદિપુર વિસ્તારના લોકો અકળાઈ રહ્યા છે
  • અગાઉના મંત્રીઓ પાસે પણ થઈ ચુકી છે રજુઆત: ગતી શક્તિ કાર્યક્રમ વિભાગીયતાના શીલોને તોડવા માટે એક નમુના રુપ પરિવર્તન દર્શાવે છેઃ શિપિંગ મંત્રી

કેન્દ્રના શિપિંગ મંત્રી નું આજે આગમન થયું હતું. ની બે દિવસની મુલાકાત દરમિયાન 261 કરોડથી વધુ રકમના શિલાન્યાસ ના કાલે થનાર છે.પહેલી વખત મંત્રી આવી રહ્યા છે ત્યારે સંકુલના લોકોની અપેક્ષાઓ વધી રહી છે.પ્લોટ ટ્રાન્સફર થી લઈને અનેક પ્રશ્નોથી લોકો પીડાઈ રહ્યા છે. આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તે માટે મંત્રી કોઈ મોટી જાહેરાત થાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ કંડલા એરપોર્ટ પર આજે આવી પહોંચતા ચેરમેન એચ કે મહેતા એ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ મોર્ગેજ ફી, ટ્રાન્સફર વગેરે મુદ્દે આંદોલન થયા પછી તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને લોકોને રાહત થઇ હતી .ત્યારબાદ હજુ પણ જમીનને લગતા ઘણા બધા પ્રશ્નો જે લોકો અટવાઈ રહ્યા છે. આ પ્રશ્નોનું પણ તાકીદે નિરાકરણ લાવે અને લોકોને વધુ ને વધુ સારી સુવિધાઓ મળે તે માટે કોઈ મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા ગાંધીધામ-આદિપુર સંકુલના લોકો રાખી રહ્યા છે.

વેપારીઓ સાથે પણ યોજાયેલી બેઠકમાં સંબોધન કરતા શીપીંગ મંત્રી સોનવાલ એ જણાવ્યું હતું કે પોર્ટ લીડ વીકાસ અને મહત્વના માળખાના વિકાસ પર પ્રકાશ પાડી વડાપ્રધાન મોદી દ્વારા ગતી શક્તિ રાષ્ટ્રીય પ્લાન લોંચ કરાયો છે. ગતી શક્તિ કાર્યક્રમ વિભાગીયતાના શીલોને તોડવા માટે એક નમુના રુપ પરિવર્તન દર્શાવે છે.

પ્રસ્તાવિત યોજનામાં એકજ પ્લેટફોર્મમાં મલ્ટીમોડલ ક્નેક્ટીવીટી ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે તમામ હાલના અને પ્રસ્તાવિત આર્થિક ઝોનને મેપ કરાયા છે. વિવિધ લાઈન મંત્રાલયોના વ્યક્તિગત પ્રોજેક્ટની તપાસ કરાશે અને ભવિષ્યમાં એકદંર યોજનાના પરિણામોમાં મંજુરી અપાશે, જે સિંક્રોનાઈઝેશન તરફ દોરી જશે. આ કાર્યક્રમમાં દીનેશ ગુપ્તા, આશિષ જોશી, અનીલ જૈન, તેજા કાનગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લેન્ડ પોલીસીનાઅભાવે સંકુલનો વિકાસ રૂંધાઇ રહ્યા ની લાગણી ચેમ્બર પ્રમુખ અનિલ જૈને વ્યક્ત કરી હોવાના સંકેત.મુખ્ય મુદો જમીનનો હોવાનો મોટા ભાગના પોર્ટ વપરાશકારો ની લાગણી સમજી શિપિંગમંત્રીએ જમીનનો જ પ્રશ્ન મુખ્ય હોવાનું જણાવીને યોગ્ય કરવા ખાત્રી આપી હોવાની વિગત પણ સુત્રોમાંથી મળી રહી છે.

કન્ટેનરની શોર્ટેઝનો પ્રશ્ન અંગે ફોકીયાએ મંત્રીનું ધ્યાન દોર્યુ
ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ના મેનેજીંગ ડાયરેક્ટર નીમીષ ફડકેએ મંત્રીને પત્ર પાઠવીને કન્ટેનરની શોર્ટેઝ, તેના ભાગ અને ભાડાઓના પ્રશ્ન અંગે ભારતે લીડ કરવાનું સુચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ સમયે ભારતે ઈન્ટરનેશનલ રેગ્યુલેટરી બોડી બનાવીને આ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...