હાલાકી:ગોપાલપુરીમાં મકાનોની જાળવણી ન થતાં પોર્ટ કર્મચારીઓ પરેશાન

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ઘરોની અંદર પાણી ટપકતા હોવાની રાવ

દીન દયાળ પોર્ટમાં સુવિધાના અભાવની અવારનવાર ફરીયાદ ઉઠે છે. હાલ ચોમાસાના બંદરના રસ્તાની મરંમત કરાઈ હતી પણ કર્મચારીની સુવિધા મુદે નિષ્કાળજી સેવાઈ રહી હોય તેવુ પ્રતિત થાય છે. આ બાબતે લેબર ટ્રસ્ટી અને ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસના આગેવાને ચેરમેનને પત્ર પાઠવી તાકીદે પગલા ભરવા માગણી કરી છે.

દીન દયાળ પોર્ટમાં કોઈને કોઈ ફરીયાદ ઉઠે છે. બંદર પરના ખખડધજ કવાર્ટરની મરંમત માટે પણ માગણી યુનિયનોએ અગાઉ કરી છે. હાલ ચોમાસાની સિઝનમાં ગોપાલપુરીના કેટલાક કવાર્ટર્સની હાલત ખરાબ છે અગાઉ રજુઆતનુ ધાર્યું પરીણામ આવેલ નથી. દરમિયાન લેબર ટ્રસ્ટી એલ.સત્યનારાયણે ચેરમેન એસ.કે. મહેતાને પત્ર પાઠવી હકીકતથી વાકેફ કરવાના પ્રયાસમાં જણાવ્યું છે કે, 1250 કવાર્ટર્સ છે, તેમાં છતમાંથી પાણી પડે છે. ઘરવખરી પલળી રહી છે. ટપકી રહેલા પાણીથી શોર્ટ સર્કીટની સંભાવના છે. તેઓએ અને સ્વ.મનોહર બેલાણીએ પણ અગાઉ ધ્યાન દોર્યુ છે. બજેટ તથા વાર્ષિક હિસાબની બેઠકમાં પણ જાળવણીની ચર્ચા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...