ખાનગીકરણ!:પોર્ટ-ગોદી કામદારો દ્વારા માર્ચમાં બે દિવસ હડતાળની તૈયારી દર્શાવાઈ

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેજર પોર્ટ ઓથોરીટીઝ એક્ટ થકી મોટા પાયે ખાનગીકરણનો અંદેશો
  • 11 મહાબંદરોમાં 31 પ્રોજેક્ટમાં 13,673 કરોડ અને 6842 કામદારોના નુકશાનની વકી

ઈન્ડીયન નેશનલ પોર્ટ અને ડોક વર્કસ ફેડરેશન સાથે સંકળાયેલી યુનિયનોના પદાધિકારીઓ 11 મહાબંદરગાહોથી હાજર રહી વિવિધ મુદાઓમ પર વિગતવાર ચર્ચાઓ કરી હતી. જેમાં ખાનગીકરણના વધતા પ્રભાવ સહિતના મુદાઓને લઈને આગામી માર્ચ મહિનામાં બે દિવસીય હડતાલની તૈયારી દર્શાવાઈ હતી.

ફેડરેશનના પ્રમુખ પ્રભાતકુમાર સામતરાય દ્વારા યોજાયેલી બેઠકમાં કંડલા પોર્ટ અને અન્ય 10 મહાબંદ૨ગાહોના કામદાર અગ્રણીઓ વિગતવાર ચર્ચાઓ કરી, જેમાં કામદાર યુનિયનનો આવનાર દિવસોમાં નવા કાયદાઓ "મેજર પોર્ટ ઓથોરીટીઝ એકટ' ના આધારે મોટા પાયે ખાનગીકરણ આવશે અને કામદારોને રોજગાર મેળવવા મુશ્કેલીઓ થશે અને બીજી બાજુ કોન્ટ્રાકટ પધ્ધતિના આધારે આ મહાબંદરગાહોમાં મોટા પાયે કામ ખાનગીકરણમાં જઈ રહયો છે જેનો વિરોધ નોંધાવશે.

એક અંદાજા મુજબ આ 11 મહાબંદરગાહોમાં મોટા 31 પ્રોજેકટ કે જેની ટોટલ રોકાણ 13,673કરોડ અને કામદારોની સંખ્યામાં 6842ની નુકશાન થવાની શક્યતા છે. આ રીતે મહાબંદ૨ગાહોમાં જે રોકાણ થયા છે, તે પ્રોજેકટો ખાનગીક૨ણમાં હવેથી દેવાની પ્રથા ચાલુ થઈ ગયી હોવાનું જણાવાયું હતું. જે.એન.પી.ટી., દિનદયાલ પોર્ટ વિગેરેમાં કામદારોને સ્પેશિયલ વી.આર.એસ. લેવા માટેનું આયોજન સરકારથી થઈ રહ્યુ છે અને સ્ટીવડોરીંગ અને શોર હેન્ડલીંગ પોલિસીમાં પણ કામદારોને ખાનગીક૨ણમાં લેવાની પધ્ધતિઓ બનાવવામાં આવી રહેલ હોવાનું મોહનભાઈ આસવાણીની યાદીમાં જણાવાયું હતું.

આ સાથે પેન્શન મેળવી રહેલા કર્મચારીઓનું પણ મોંઘવારી ભથ્થાનું નુકશાન થવાની ભીતી છે, હાલમાં કામદારોની નવી પગાર યોજનામાં પણ કામદારોને વધારો આપવામાં આવે તેવી રજુઆત પાંચે મહાસંઘો દ્વારા કરાઈ હતી. આ નવું પગાર માળખુ 2022સુધી કરવાની તૈયારી ચાલી રહી છે. વિડીયો કોન્ફરેન્સીંગ થકી ઈંટુકના મહામંત્રી આસવાણી સાથે શ્યામમુર્તિ, ગુલશન ઈલાવીયા, સંદીપ પરમાર, રાણાભાઈ વિસારીયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...