કાર્યવાહી:મતદાર યાદી સુધારણામાં રાજકીય પક્ષો વધુ સક્રિય બન્યા

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએલઓ દ્વારા બુથ પર સુધારણાની કરાઇ કાર્યવાહી

જાન્યુઆરીની દ્રષ્ટીએ 18 વર્ષ પુરા થતા હોય તેવા વ્યક્તિના નામ ઉમેરવા સહિતના મુદ્ે મતદાર યાદીની સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આજે 10થી વધુ બુથો પર બીએલઓ દ્વારા મતદાર યાદીની ચકાસણીનીકામગીરીને વેગ આપવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રાજકીય પક્ષોના આગેવાનોએ જે તે વિસ્તારમાં સક્રિય બનીને નામ ઉમેરવાથી લઇને સરનામા બદલાવવા વગેરે બાબતે ફોર્મ ભરાવ્યા હતા. મતદાર યાદીની સુધારણાના કાર્યક્રમ અંતર્ગત હજુ જે તે ઉમેદવારોને નામ ઉમેરવા કે યાદીમાં નામમાં એક સ્થળથી બીજા સ્થળ સહિતના ફેરફાર કરવા હોય તો તક છે.

આજે રવિવારે ખાસ ઝુંબેશના ભાગરૂપે જે તે મતદામ મથકો પર બીએલઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજની કાર્યવાહીમાં વોર્ડ નં.3 અને 4ના બુથ પર નામ ઉમેરવા, સુધારા વધારા માટે બીએલઓને મદદ કરવામાં ભાજપના નગરસેવકો કમલ શર્મા, ભરત મીરાણી, નયનાબેન હિંગળા, સુરેશભાઇ ગરવા, અન્યોમાં શંકરભાઇ દક્ષિણી, રાજીવ શર્મા વગેરે જોડાયા હતા.

અન્ય બુથ પર પણ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા મતદાર યાદીની સુધારણામાં પોતાના વિસ્તારમાં કામગીરી બજાવી હતી. આજના દિવસે 30થી વધુ નામ ઉમેરાયા હોવાનો પ્રાથમિક અંદાજ છે. સઘળું ચિત્ર તો આગામી દિવસોમાં કાર્યવાહી પૂર્ણ થયા પછી સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...