મિલન:ગુમ થયેલી 2 બાળકીને કલાકમાં પોલીસે શોધી પરિવારને સોંપી, પોલીસે સીસીટીવી, સોશ્યલ મિડીયાથી તપાસ કરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૈલાશનગર, સોનલનગર વિસ્તારથી બન્ને બાળકી ગુમ થઈ હતી

ગાંધીધામમાં ગુમ થયેલી બે બાળકીઓને એક જ કલાકમા પોલીસે શોધીને પરિવારજનોને સોંપી હતી. બાળકીઓને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપતી ગાંધીધામ એ ડિવીજન પોલીસ શુક્રવારના સાંજે ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે બે બાળકીઓના પરિવારજનો આવીને આશરે ચાર વર્ષની બે બાળકીઓ કૈલાશ સોસાયટી, ભારતનગરથી ગુમ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

ઉપસ્થિત પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા, પીએસઆઈ એન.વી.રહેવર તથા પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી ગુમ થયેલ જગ્યાની આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ આસપાસનો વિસ્તારમા તપાસ કરી ગુમ થનાર બાળકીઓ વિશે સોશ્યલ મીડીયાના માધ્યમથી પ્રસિધ્ધી કરી હતી. જેથી એક જ કલાકમા બાળકીઓને શોધી પરત તેઓના પરિવારજનોને સોપતા પરિવારનોએ હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...