તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ કચ્છથી સંચાલિત કવિ મંચ સાહિત્ય પરિવાર સોશિયલ મીડીયા ગ્રૂપ દ્વારા બે દિવસ ઓનલાઇન મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત તથા મુંબઈના કવિઓ, કવિયત્રીઓ એ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં કવિમંચના સંચાલક કવિ દીપક પુરી દર્દેદિલ, તથા ગ્રુપના અન્ય સભ્યોમાં મોર્ડન ભટ્, (અમદાવાદ), દીપકપુરી ‘દર્દેદિલ’ (ગાંધીધામ), સાગર ભાઈ ચૌચેટા ઉર્ફે કવિ ‘સાચો’ (અંજાર), કવિ ભરત ગોસ્વામી ‘ભાવુક’ (અંજાર) તથા પૂજા બેન ગઢવી ‘મંથના’ (અંજાર)એ જહેમત ઉઠાવી હતી. બે દિવસીય આયોજનોમાં ગુજરાત તથા મુંબઈ ના કવિમિત્રો એ ઉમળકાથી નવા વર્ષનું સ્વાગત કરી પોતાનું પરફોમન્સ વ્યક્ત કર્યું હતું.
મોર્ડન ભટ્ટ (અમદાવાદ), દીપકપુરી ‘દર્દેદિલ’ (ગાંધીધામ), સાગર ચૌચેટા ‘સાચો’ (અંજાર), ભરત ગોસ્વામી ‘ભાવુક’ (અંજાર), કવિ માયુસ (ચાણસોલ), પુર્ણિમાબેન ભટ્ટ ‘શબરી’ (સુરત), વિનોદ માણેક ‘ચાતક’ (અંજાર), ડૉ. કિશોર ઠક્કર ‘કિશન વઢિયારી’ (ગાંધીધામ), શામજી માલી ‘શ્યામ’ (રાપર), પૂજાબેન ગઢવી ‘મંથના’ (આદીપૂર), સંદીપ પટેલ ‘કસક’(ઈડર), પ્રવિણ વાછાણી ‘દિલેર’ (કેશોદ) તથા 31/12 ના કવિઓ, બીજલ જગડ (મુંબઈ), અંજનાબેન ગાંધી ‘મોનુ’ (વડોદરા), સંદીપ ચેવલિયા ‘સૂર્યદીપ’ (પાટણ),
નૃપેન વડોદરીયા ‘નવ’ (ગાંધીનગર), અલ્પા વસા ‘કાવ્યાલ્પ’ (મુંબઈ), દેવીબેન વ્યાસ ‘વસુધા’ (સુરેન્દ્રનગર), કૌશલ પૂરાણી ‘નિશબ્દ’ (વડોદરા), ભાવનાબેન ભટ્ટ ‘ભાવુ’ (અમદાવાદ), ચેતના ગણાત્રા ‘ચેતુ’ (મુંબઈ), ધાર્મિક પરમાર ‘ધર્મદ’ (મુંબઈ), જીગ્નેશ સોલંકી (સાબરકાંઠા) સતિષભાઈ સખિયા ‘અરણી’ (રાજકોટ), ધીરેનકુમાર સુથાર ‘ધીર’ (વડોદરા) વગેરે કવિ મિત્રો ભાગ લીધો હતો. જેમાં સંચાલન દિપકપુરી ગોસ્વામી તથા ભરત ગોસ્વામીએ આભાર વિધિ સાગર ચૌચેટાએ કરી હતી. સાહિત્ય પ્રેમીઓએ કાર્યક્રમને ઉમળકાથી માણ્યો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.