રચનાત્મક ઢબે રોષ:ખાડાવાળા માર્ગોના ફોટાનું સોશિયલ મીડિયામાં ઘોડાપુર

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરની પહેલ જનતા મેમો બન્યો લોકોનો અવાજ
  • લોકોએ પોસ્ટ કરી લખ્યું ‘આ ચંદ્ર નથી, ગાંધીધામ છે!’

દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા જનતા મેમોના પ્રયોગને લોકોએ હાથોહાથ ઉપાડી લીધો હોય તેમ ટ્વિટર સહિતના સોશ્યલ પ્લેટફોર્મમાં તે હેશટેગ સાથે ટ્રેન્ડ કરી રહ્યો છે. ગાંધીધામના ખસ્તા માર્ગોના ફોટા અને વીડીયોનો તો જાણે ઘોડાપુર આવી ગયો હોય તેવો તાલ સર્જાયો છે. લોકો પોતાનો રોષ રચનાત્મક ઢબે પણ સોશ્યલ મીડીયામાં પ્રસ્તુત કરી રહ્યા છે. ગત સપ્તાહે ગાંધીધામ સંકુલમાં પડેલા ભારે વરસાદ બાદથી તમામ વિસ્તારોના માર્ગો એ હદે ધોવાઈ ગયા છે અને હજી પણ ડ્રેનેજના ગંદા પાણી સાથે માર્ગો પર તળાવ ભરાયેલા પડ્યા છે કે લોકોને તેમાંથી પસાર થતા પહેલા એક ક્ષણ ઉભા રહીને વિચારવુ પડી રહ્યું છે.

શહેરની આ ખસ્તા હાલત અંગે વિપક્ષ પણ અવાજ ઉઠાવવામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યું છે ત્યારે દિવ્ય ભાસ્કરે માર્ગોના ખાડા અંગે જવાબદારોને આપવાના શરુ કરેલા જનતા મેમોની પહેલને લોકોએ હાથોહાથ ઉપાડીને તેના હેશટેગ સાથે જવાબદારોને પ્રશ્ન કર્યા હતા. આ સાથે ‘ગાંધીધામ આસ્કસ’, નેતાઓના સાપેક્ષમાં ‘દેખાતા નથી’ અને ‘ગાંધીધામ’ હેશટેગ સાથે નાગરીકોએ ગાંધીધામની નગરપાલિકા, ધારાસભ્ય, સાંસદ, ક્લેક્ટર સહિતનાને પણ ટેગીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જાગૃત નાગરીક સફરાઝ રિયાઝએ ખાડાથી ભરેલો ફોટો પોસ્ટ કરી અને આ ચંદ્રનો નહીં પણ ગાંધીધામનો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ રાજ બી. વ્યાસે માર્ગ નિર્માણમાં મોટો ભ્રષ્ટાચાર હોવાનું લખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...