તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચાઇલ્ડ પોર્નોગ્રાફી રાખનાર બે શખ્સના ફોન FSLમાં મુકાયા

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અશ્લિલ સામગ્રી રાખતા મોબાઇલ ધારકો ઉપર તવાઇ જારી
 • મહેશ્વરીનગર અને ફ્રી ટ્રેડ ઝોન કસ્ટમ કોલોનીના શોખિન લપેટમાં આવ્યા

પૂર્વ કચ્છ એસઓજી દ્વારા કિડાણાના યુવાનના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય હોવાની શંકાના આધારે તેનો મોબાઇલ જપ્ત કરી એફએસએલમાં મુક્યા બાદ હવે ગાંધીધામના મહેશ્વરીનગરમાં રહેતા આધેડ અને ફ્રી ટ્રેડ ઝોન કસ્ટમ કોલોનીમાં રહેતા યુવાનના મોબાઇલમા પણ પોર્નોગ્રાફીનું સાહિત્ય હોવાની શંકા સાથે બે મોબાઇલ એફએસએલમાં મોકલી તપાસ સ્થાનિક પોલીસ મથકોને સોંપી આ પ્રકારના શોખિનો ઉપર તવાઇ જારી રાખી છે.

એસઓજી પીઆઇ વી.પી.જાડેજાએ દાખલ કરાવેલી જાણવા જોગમાં જણાવ્યા મુજબ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપલાઇન નંબરમાં જાણવા મળેલા નામ તથા મોબાઇલ ઉપયોગ કરનાર મહેશ્વરીનગર રહેતા 48 વર્ષીય હીરજીભાઇ કેશાભાઇ મહેશ્વરી મોબાઇલ સાથે મળતાં રુબરુમાં મોબાઇલ ચેક કરાયો હતો જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું સાહિત્ય વીડીયો ન મળતાં તેને કરેલી પુછપરછમાં કોઇ સંતોષ કારક જવાબ ન આપતાં તેમનો ફોન કબજે કરી એફએસએલમાં મુકી જો તેના મોબાઇલમાં આ પ્રકારનું સાહિત્ય હોય તો તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા એ-ડિવિઝન પોલીસને જણાવ્યું હતું.

તો સરહદી રેન્જ સાયબર સેલના સંદર્ભથી મળેલી ટીપલાઇનના આધારે પેટ્રોલિંગ દરમિયાન મુળ કિડાણાની જગદંબા સોસાયટીનો હાલે ફ્રી ટ્રેડ ઝોન કસ્ટમ કોલોનીમાં રહેતો જાવેદ અબ્બાસ વાઘેર મળી આવતાં કચેરીએ લઇ જઇ તેનો ટીપલાઇનમાં જણાવાયેલો મોબાઇલ માગતાં ફોન તૂટેલી હાલતમાં અને બંધ હતો. તેને લાઇન સાથે આવેલી સીડી બતાવતાં તેમાં એક ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડીયો ફોનમાં સ્ટોરેજમાં છે જે મેળવવા જરુરી હોઇ તેનો મોબાઇલ પણ એફએસએલમાં મોકલી વધુ તપાસ બી-ડિવિઝન પોલીસ મથકને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો