તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરદા પાછળ ભાજપની ખટપટ?:લોકોને આદિપુરથી ગાંધીધામનો ધક્કો નહીં થાય, પાલિકાની કચેરીમાં ઉપપ્રમુખ પ્રશ્નો સાંભળતા સમસ્યા ઝડપી ઉકેલાવાની વકી

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકામાં નવા સુકાની એ સુકાન સંભાળ્યા પછી લોકોના પ્રશ્નો હલ કરવાની દિશામાં પગલાં ભરવાની શરૂઆત કરી છે જે તે સમયે પ્રતિ કામગીરીમાં સુધારો લાવીને હવે લોકોના પ્રશ્નોના ઝડપી નિકાલ થાય તે દિશામાં પગલાં ભરવાની કવાયતમાં લાગી ગયા છે. આદિપુર નગરપાલિકા કચેરીમાં પાલિકાના ઉપપ્રમુખ લોકોની રજૂઆત સાંભળીને સમસ્યાનો નિકાલ લાવશે તેવી તૈયારી કરવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે આદિપુરના 3 વોર્ડના 12 નગરસેવકો અને તેના વિસ્તારના લોકોને તેનો કેટલો અને કેવો લાભ મળે છે.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ નગરપાલિકાના ઈતિહાસમાં ન થયું હોય તેવું આ વખતે થઈ રહ્યું છે. લોકોએ વિક્રમ સર્જક બહુમતી આપી ને પાલિકામાં ઇતિહાસ રચ્યો છે .ભાજપને 47 બેઠકો આપી ભરોસો મૂક્યા પછી હવે લોકોના પ્રશ્નો હલ કરવાની દિશામાં ભાજપના સૂત્રોએ પગલાં ભરવાની પા પા પગલી માંડી છે. અત્યાર સુધી નગરપાલિકા માં ગાંધીધામમાં લઈને જ લોકોના પ્રશ્નો હલ થતા હતા તેમાં સુધારો લાવીને ઉપપ્રમુખ બળવંત ઠક્કર આદિપુરની કચેરીમાં બેઠી નગરપાલિકાના કાર્યાલયમાં બેસીને લોકોના પ્રશ્નો નિકાલ થાય તે દિશામાં પણ પગલાં ભરે તેવી સંભાવના છે. આ બાબતે તેઓએ નવી કચેરી પણ ત્યાં બનાવીને તંબુ નાખી દીધા છે .

શરૂઆતના તબક્કે પાલિકાના સ્ટાફ સાથે બેઠક યોજી જુદા પ્રશ્નોની આપ-લે કરી તેની સમસ્યાઓ પણ સાંભળી હતી. આદિપુરના લોકોને માટે ઘર આંગણે સુવિધા ઊભી થઈ છે જેમાં અત્યાર સુધી કોઈ ધ્યાન આપતું હતું તે દિશામાં ધ્યાન આપીને આદિપુરના જુદા પ્રશ્નો ત્યાં સાંભળવામાં આવે અને ત્યાં જ તેનો ઉકેલ થાય તે દિશામાં પગલાં ભરાશે તેવા સંકેત મળ્યા છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ પ્રયાસ કેટલો સફળ થશે તે તો સમય આવે ત્યારે આવશે કારણ કે વહીવટી અસમતુલા પણ ઊભી થઈ શકે તેમ છે.

15 વર્ષમાં પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યાનો એક દાખલો
વર્તુળોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે એ પ્રથા છે કે જે તે સમયે નગરપાલિકાના પ્રમુખ ગેરહાજર હોય તો ઉપપ્રમુખને તેનો ચાર્જ આપવામાં આવતો હોય છે. બાકીના દિવસોમાં ઉપપ્રમુખ માટે કોઈ અન્ય કામ કરવાનું હોતું નથી છેલ્લા 10થી 15 વર્ષ ના ઈતિહાસમાં નજર નાખવામાં આવે તો પાલિકા પર ભાજપનું શાસન રહ્યું છે. પ્રમુખ ગીતાબેન ગણાત્રાએ એક સમયે ઉપપ્રમુખ કાનજીભાઈ ભર્યાને પ્રમુખ તરીકેનો ચાર્જ આપ્યો હતો. આ સિવાય અપવાદરૂપ કોઈ કિસ્સામાં આવી રીતે થયું નથી. હવે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને આ પ્રયત્ન કરીને લોકોના પ્રશ્નો હલ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે આ બાબત સારી ગણાવી શકાય સાથે સાથે નવા ગણાય તેવા પ્રમુખ ઈશીતા બહેન ટિલવાણી પણ કેટલીક વખત કોઈ ને કોઈમુદ્દે નારાજ થઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ભાજપના બે જૂથ ની લડાઈમાં લોકોનો ખોનીકળે નહીં અને વિકાસની યાત્રા અટકે તે બાબતનું ખાસ કાળજી રાખવી પડશે તેવી વાત પણ ભાજપમાં હાલ ચર્ચા સ્થાને રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો