તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો માટે તક:વ્યાજખોરીથી ત્રસ્ત લોકો બેધડક ફરિયાદ કરી શકે છે

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે એસપી કચેરીએ લોકદરબાર
  • વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે તક

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા લોકોની રજુઆત સાંભળવા લોકદરબારનુ આયોજન આવતી કાલે બપોરે 12 વાગ્યે એસપી કચેરી ખાતે કરાયું છે. ગાંધીધામ- આદિપુરમાં વ્યાજખોરીનું ચક્ર અનેક પરીવારોને અગાઉ હેરાન પરેશાન કરી ચૂક્યું છે.

વ્યાજખોરીના ચક્રવ્યુહમાં ફસાયેલા લોકો કોઇ પણ ડર વગર પોતાની ફરિયાદ કરી શકે તેમજ લોકો આ ચક્રવ્યુ બાબતે જે રજુઆત કરવી હોય તે પણ બેધડક રીતે કરી શકે તે ઉદ્દેશથી બોર્ડર રેન્જ આઇજીપી જે.આર.મોથાલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક મયુર પાટીલ દ્વારા આગામી આવતી કાલે 12 વાગ્યે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લોક દરબારનુ આયોજન કરવામા આવ્યું છે. આ લોક દરબારમાં અંજાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પણ હાજર રહેશે.

પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આ લોકદરબારમાં નિર્ભય પણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે. જેથી વ્યાજખોરીનો ભોગ બનેલ અરજદારોને પોતાની રજુઆત કરવા માટે જરૂરી આધારો સાથે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...