તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાના મંત્રીને રજૂઆત કરીને વર્તમાન સ્થિતિમાં 3થી વધુ એમએલડી પાણી અવારનવાર ઓછું આપવામાં આવે છે તે પુરતું આપવા માટે માગણી કરી હતી. આ માગણી પ્રત્યે પાણી પુરવઠા બોર્ડે કોઇ ખાસ ધ્યાન આપ્યું હોયતેવું જણાતું નથી. હાલ પણ બે દિવસ જોવામાં આવે તો 29, 30 એમએલડી પાણી આવે છે તેમાં પણ વિતરણ કેવી રીતે કરવું જેવો પ્રશ્ન ઉઠે છે. આખરે પાલિકા દ્વારા સમયના શિડ્યુલ કે અન્યમાં કાપ મુકીને પાણી મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
શહેરમાં 2.47 લાખથી વધુ વસતી અગાઉની વસતી ગણતરીને ધ્યાનમાં રાખીને નોંધાઇ છે. તેમાં વધારો પણ થયો છે. અંદાજે 3.50 લાખથી વધુ વસતી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. માથાદીઠ પાણી આપવું જોઇએ તે પુરતું આપવામાં પાણી પુરવઠા બોર્ડ નિષ્ફળ ગયું છે. નગરપાલિકા પણ અવારનવાર આ બાબતે રજૂઆત કરે છે પરંતુ પાણીદાર નેતાના અભાવે પાણીની સમસ્યા હલ થતી નથી. રોજેરોજ પાણીની ઘટને કારણે જુદા જુદા વિસ્તારોમાં પાણી કેવી રીતે પહોંચાડવું અને શિડ્યુલ મુજબ આપવું તે માટે નગરપાલિકાને મહેનત કરવી પડે છે. આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે પગલા ભરવા જોઇએ તે તાકીદે ભરવામાં આવે તેવી પણ માગણી ઉઠી રહી છે.
આદિપુરને 3 MLD પાણી આપવું પડે છે
આદિપુર માટે પાણીની અલગ વ્યવસ્થા વર્ષોથી ગોઠવવામાં આવી છે. 32થી વધુ બોર થકી પાણી આપવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ અવારનવાર જોવામાં આવે તો ખાસ કરીને તેમાં પણ ઉનાળામાં પાણીની પરીસ્થિતિ વિકટ બને છે. કેટલાક બોર લાંબા સમયથી બંધ હોવા છતાં પદાધિકારીઓ આ બાબતે તાકીદે ઉકેલ લાવવાને બદલે તેને નજર અંદાજ કરી રહ્યા હોય તેવું બની રહ્યું છે. ગાંધીધામમાં એકાંતરે અને આદિપુરમાં ત્રણ દિવસે પાણી આપવામાં આવે છે તેમાં પણ અવારનવાર કાપ મુકવામાં આવે છે. આવા સંજોગોમાં આદિપુરને પાણી આપવામાં આવે તો ગાંધીધામમાં ડામાડોળ સ્થિતિ ઉભી થતી હોય સંતુલન જળવાઇ રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. નહીંતર હવેના દિવસો ગાંધીધામ સંકુલના લોકો માટે વધુ કપરા બની શકે તેમ છે.
ઉદ્યોગ કે અન્યોને પાણી અપાય છે?
વરસામેડી પમ્પીંગ સ્ટેશનથી ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાની સાથે જે તે સમયે એવી પણ ફરીયાદ ઉઠી હતી કે ઉદ્યોગો અને બેન્સાના કેટલાક લોકો દ્વારા પાઇપલાઇન જોઇન્ટ કરીને પાણી લેવામાં આવી રહ્યું છે. આ બાબતે જે તે સમયે ફરીયાદો પણ ઉઠી હતી. પરંતુ તેને સત્તાવાર સમર્થન મળતું ન હતું. પરંતુ આવી શક્યતા અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. પાણીની પાઇપલાઇનનું નિરીક્ષણ કરાવીને પાણીદાર નેતાઓ ક્યારે આ બાબતને પણ સ્પષ્ટ કરાવશે તે જોવું રહ્યું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.