તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સર્વિસ રોડનો લોકો ઉપયોગ કરવા લાગ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાગોરરોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અગાઉ ઇફ્કોના દબાણો તંત્રે દૂર કર્યા હતા
  • ઇફ્કોએ પોતાની જમીનમાં કામગીરી વેગવાન બનાવી : સર્વિસરોડના વધુ ઉપયોગથી અકસ્માતનું પ્રમાણ ઘટવાની વકી

ગાંધીધામ- આદિપુરના જીવાદોરી સમાન બનેલા ટાગોર રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે સર્વિસ રોડ ખુલ્લો કરવા માટે તંત્ર દ્વારા દોઢેક વર્ષ પહેલા પગલા ભરવામાં આવ્યા હતા. અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે પણ લેવામાં આવેલા પગલાના ફળ સ્વરૂપે ઇફ્કોએ પોતાની જમીનમાં બાંધકામ ચાલું કરી દીધું છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જ્યારે અંદરની સાઇડ સર્વિસ રોડ ખુલ્લો થતાં લોકો ધીમે ધીમે આ રોડનો ઉપયોગ કરવા તરફ વળી રહ્યા છે.

માથાના દુ:ખાવા સમાન બનેલા ટાગોર રોડ પરના અકસ્માતની ઘટના અને ટ્રાફિક વધતાં વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા, પીડબલ્યુડી, પોલીસના સહયોગથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટાગોર રોડ પર રહેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જે તે સમયે પાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલા હતા ત્યારે તેને હિંમત પૂર્વક ઇફ્કોના દબાણને પણ ગેટ સહિતના સ્થળને તોડી પાડ્યા હતા. આ સમયે પ્રાંત ઓફિસર જોશી વગેરેની હાજરીમાં ઇફ્કો પ્રશાસન દ્વારા દલીલબાજી પણ થઇ હતી અને પોતાની જમીનમાં અંદર ગેટ ખસેડી લેશે તે સહિતની બાબતોની દલીલ કરીને તેમની તરફનો સર્વિસ રોડ ખુલ્લો કરી દેવામાં આવશે તેવી બાંયેધરી આપવામાં આવી હતી.

તબક્કાવાર કામગીરી ઇફ્કો પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી અને સર્વિસ રોડ ખુલ્લો કરવામાં આવતાં હજુ જાણકારીના અભાવ કે અન્ય કારણોસર ટ્રાફિક આ સર્વિસ રોડનો ઉપયોગ ઓછો કરે છે પરંતુ હવે ધીમે ધીમે ટ્રાફિક વળતાં ટાગોર રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટ્યું છે. ઇફ્કો પ્રશાસનના પી.સત્યમૂર્તિએ જણાવ્યું હતું કે, ઇફ્કોએ તેની જમીનમાં જે કામ કરવાનું છે તે શરૂ કરી દીધું છે. અગાઉ જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી હતી.

અન્ય દબાણો ક્યારે ખુલ્લા થશે?
ટાગોર રોડ પર સર્વિસ રોડ ખખડધજ હાલતમાં છે જેને લઇને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી તરફ ટાગોર રોડ પર દબાણો વધી રહ્યા છે. અવારનવાર દબાણ દૂર કરવા માટે પગલા પણ ભરાય છે પરંતુ કેટલાક દબાણો યથાવત સ્થિતિમાં આવી ​​​​​​​જતા હોય છે. દબાણની સમસ્યાનો હલ લાવવા નગરપાલિકા દ્વારા રોડની સાઇડ પર બ્યુટિફિકેશનનો પ્રયોગ શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...