આશાનું વર્ષ:ગાંધીધામ સંકુલના લોકોને નવા વર્ષે ઓસ્લો ફ્લાય ઓ‌વર બ્રિજ, આંબેડકર હોલ સહિતની સુવિધા મળશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષે લોકોને સગવડ આપવા માટે તંત્ર દ્વારા કરવામાં આવી તૈયારી : પાલિકા પણ કરોડો રૂપિયાના કામો કરશે
  • લોકોને સુવિધા આપવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે જેમાં કેટલાકને આખરી ઓપ અપાઇ ગયો

ગાંધીધામ- આદિપુરના લોકોને નવા વર્ષે માર્ગ અને મકાન વિભાગ તથા ડીપીટી દ્વારા ઓસ્લો ફ્લાય ઓવર અને આંબેડકર હોલની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. અન્ય કેટલાય કામો કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા 5 કરોડથી વધુ રકમના કામો કરવામાં આવશે.શહેરીજનોને નવા વર્ષે સુવિધાઓ પુરી પાડવા માટે કરવામાં આવેલી કાર્યવાહીમાં ટાગોર રોડ પર ટ્રાફિકની સુવિધાનો હલ આવે તે હેતુથી ઓસ્લો સર્કલે ફ્લાય ઓવર બનાવવામાં આવી રહ્યો છે. આગામી નવા વર્ષ સુધીમાં આ કામ પૂર્ણ થઇ જશે તેવો દાવો પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ફ્લાય ઓવર સહિતના અન્ય કામો નવા વર્ષે લોકોને ભેટમાં મ‌ળશે. જ્યારે દીન દયાળ પોર્ટના દાવા મુજબ અંદાજે 25 કરોડના ખર્ચે ડૉ. આંબેડકર હોલ બનાવવામાં આવ્યો છે, જેને પણ બે મહિનામાં જ લોકાપર્ણ કરી દેવામાં આવશે. અન્ય વિકાસ કામો પણ લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યા છે અને તાંત્રિક અને વહીવટી મંજુરીઓ પણ આપી દેવામાં આવી છે. નવા વર્ષે લોકોને સુવિધાઓ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે, ઓસ્લો ફ્લાય ઓવરનું કામ ધીમી ગતિએ થઇ રહ્યાની બૂમ ઉઠે છે. આ કામમાં ઝડપ લાવવામાં આવે તે જરૂરી છે.

62 કરોડના ખર્ચે રાજવી ફાટક રેલવે ક્રોસિંગ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે
નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયાએ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 5 કરોડ રૂપિયાના કામોના 1થી 13 વો઼ર્ડમાં વિકાસ કામો કરવામાં આવશે. જીયુડીસી દ્વારા નાખવામાં આવેલી ગટર પર રસ્તાના કામ 5 કરોડથી વધારે રકમના છે. નવા વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મદીની અપેક્ષા છે કે, છેવાડાના માનવી સુધી નળ દ્વારા જળ પહોંચે તે માટે ગાંધીધામ શહેરની પણ નળ સે જળનો પ્રોજેક્ટ સરકાર સુધી પહંચી ગયેલ છે.

તે મંજુર થઇને આવતા આગામી 30 વર્ષ સુધી ગાંધીધામને પાણીની સમસ્યા ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 62 કરોડના ખર્ચે રાજવી ફાટક રેલવે ક્રોસીંગ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવશે. અન્ય ગાંધીધામના મુખ્ય જરૂરિયાત એવા વિકાસના કામ માટે સરકારને આયોજન કરી વિવિધ વિકાસ કામો માટે રજૂઆત કરીને આગામી સમયમાં ગાંધીધામને સુંદર, સ્વચ્છ અને હરિયાળું બનાવવા પાલિકા કટીબદ્ધ રહેશે.

GST આવકનો કચ્છ આયુક્ત ફરી પોતાનોજ રેકોર્ડ તોડશે
સેન્ટ્રલ જીએસટી લાગુ થયા બાદ અને કચ્છ આયુક્તમાં તેની આવકમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. સરેરાશ રુપે દર વર્ષે ગત વ₹ર્ષની સરખામણીમાં 200 કરોડની રેવન્યુ વૃદ્ધી જોવા મળે છે. ગત વર્ષોમાં કોરોના કાળ જેવી વિષય પરિસ્થિતિ વચ્ચે પણ જીએસટી આવક સતત વધતી રહી હતી ત્યારે કોરોના કાળ બાદ હવે જ્યારે અર્થતંત્રની સ્થિતિ પાટે ચડી રહી છે ત્યારે કચ્છ આયુક્ત આ વર્ષે પણ આવકનો પોતાનોજ રેકોર્ડ તોડીને વધુ એક વાર વિક્રમ સર્જસે તેવું તજજ્ઞોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...