તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પરોઢિયે 4 વાગ્યાથી લોકો રાહમાં લાઈન લગાવે છે, પણ વેક્સિન ક્યાં?

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુંદરપુરીમાં ડ્રેનેજ ચેમ્બર પર બેસવા લોકો મજબુરઃ ઝંડાચોકમાં પરોઢથી લાંબી કતાર
  • તાલુકામાં કોરોનાની રસીનો નજીવો જથ્થો આવતા લોકો થઈ રહ્યા છે પરેશાન

ગાંધીધામમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂઆતથીજ જિલ્લામાં સારા સ્તરે ચાલી રહી હોવાના આંકડાઓ દર્શાવી રહ્યા છે, પરંતુ ઉપરથી સપ્લાયમાં ઘટાડો થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. આ પરિસ્થિતિઓમાં આરોગ્ય વિભાગના કર્મચારી અને અધિકારીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હોવાનો તાલ સર્જાયો છે.

ગાંધીધામના હાર્દ સમા ઝંડા ચોક વિસ્તારમાં વેક્સિન લેવા માટે લોકો વહેલી સવારના 4 વાગ્યાથી લાઈન લગાવી રહ્યા છે. તો બીજી તરફ સુંદરપુરી વિસ્તારમાં આવેલા આરોગ્ય કેંદ્રમાં પણ લોકો વહેલી સવારથી રસી માટે લોકો ઉભા રહે છે, જેમણે કોઇ વ્યવસ્થા ના હોતા ના છુટકે ડ્રેનેજની ચેમ્બર પર બેસવા મજબુર બન્યા હતા. લોકો વેક્સિનની રાહમાં કલાકો સુધી રાહ કંટાળીને પરત જતા જોવા મળ્યા હતા. વેક્સિનનો સપ્લાય ઓછો આવતો હોવાથી આવી પરિસ્થિતિ પેદા થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

નેતાઓ-નગરસેવકો ડોકાતાજ નથી, સંસ્થાઓ આવી વહારે!
લોકો જ્યારે વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં વેક્સિન માટે લાંબી કતારો લગાવી રહ્યા છે, ત્યારે નેતાઓ અને નગરસેવકો ડોકાતા જ ના હોવાનો સુર પેદા થઈ રહ્યો છે. આ બધા વચ્ચે જે લોકોની મદદે આવી રહ્યા છે તે સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો છે. જેવો વહેલી પરોઢથી રસી માટે કતારમાં લાગેલા લોકોને પાણી, ચાની વ્યવસ્થા કરી મદદરુપ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...