તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કકળાટ:સુંદરપુરીમાં પાણી આવતું ન હોવાનો લોકોએ કર્યો કકળાટ

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યે વિસ્તારનો રાઉન્ડ લીધો
  • ભાજપના સભ્યો હજુ ખુરશીની ખેંચતાણમાં વ્યસ્ત બન્યા છે

ગાંધીધામ નગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં ભાજપને બે બેઠકનો ઉમેરો થયો હતો. જ્યારે કોંગ્રેસને ફટકો પડ્યો હતો. પ્રતિષ્ઠાભર્યા જંગની ચૂંટણીમાં કેટલાક વોર્ડમાં રસાકસી પણ થઇ હતી અને ભાજપ કોંગ્રેસ વચ્ચે અંદરોઅંદરની ખટપટને કારણે પેનલ પણ તુટી હતી. જ્યારે સુંદરપુરી વિસ્તારના વોર્ડમાં ભાજપની પેનલ તુટી હતી. ત્યાં કોંગ્રેસના બે સભ્યો પણ ચૂંટાયા હતા. ભાજપના સભ્યો હાલ પ્રમુખ સહિતની જુદી જુદી ખુરશીની ખેંચતાણમાં મશગુલ છે ત્યારે હવે વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવા કોંગ્રેસના સભ્યો તૈયારી કરી રહ્યા હોય તેમ જણાય છે. સુંદરપુરીમાં નિકળેલા કોંગ્રેસના નવ નિયુક્ત સભ્યોને લોકોએ પાણી આવતું ન હોવા સહિતની ફરિયાદો કરી હતી.

લોકોએ ભાજપ પર ફરી એક વખત વિશ્વાસ મુકીને ખોબલે ખોબલે મત આપ્યા છે. લોકોના પ્રશ્નો હલ થવાની સાથે જુદી જુદી સુવિધાઓ મળી રહે તે હેતુથી પગલા ભરવામાં આવી રહ્યા છે. ચૂંટાયેલી પાંખનું હજુ શાસન તા.16થી શરૂ થનાર છે તેવા સંજોગોમાં વોર્ડ નં.8 સુંદરપુરી વિસ્તારમાં કોંગ્રેસના નગરસેવક જગદીશ ગઢવી, મહામંત્રી લતીફ ખલીફાએ નવી સુંદરપુરી મસ્જિદ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ સમયે પાણી આવતું નથી તેની ફરિયાદ લોકોએ કરી હતી. જેનો ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી હતી. સંકુલમાં લોકોને સુવિધા આપવા માટે ભાજપસુધરાઇમાં નવી ટીમની જવાબદારી વધી જશે.

અન્ય સમાચારો પણ છે...