તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:પાણીની લાઇન નાખનાર ઠેકેદારની આડોડાઇથી લોકો થયા ત્રાહિમામ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામોના દાવાઓ કેટલીક વખત પોકળ નિવડે છે. અંદાજે ત્રીસેક કરોડના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં નાખવામાં આવી રહેલી પાણીની લાઇન અને તેના મુખ્ય રસ્તાઓ પરના જોડાણમાં રોડ તોડીને કરાતી કામગીરીને લઇને જૈસે થે સ્થિતિમાં રસ્તા કરવા જોઇએ તે કરાતા ન હોવાથી તાજેતરમાં પડેલા વરસાદમાં પોલ ખુલી ગઇ હતી. લાઇન બેસી જવા સહિતના મુદ્દે વ્યાપક ફરિયાદ ઉઠ્યા પછી પાલિકાએ આપેલી સૂચના બાદ એજન્સીએ ઉપર છલ્લી કામગીરી કરીને ભુસી નાખવાની કાર્યવાહી શરૂ કરી છે.

શહેરમાં કરવામાં આવેલા આડેધડ ખોદાણને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મુખ્ય રસ્તાથી લઇને સોસાયટી, ગલીઓના રોડના નવીનીકરણને બદલે તોડફોડ કરવામાં આવ્યા પછી યથાવત સ્થિતિમાં સમથળ કરવું જોઇએ તે જમીનનું સમથળ કરવામાં કેટલાય સ્થળો પર આવ્યું નથી. પાલિકાના પદાધિકારીઓ જે તે સમયે આ બાબતે ધ્યાન પણ દોર્યું હતું પરંતુ અગાઉના વહીવટદારના સમયમાં થયેલી કામગીરીને લઇને લોકોને ફરી એક વખત હાડમારીનો સામનો કરવાની નોબત આવી છે. એજન્સીને તુટેલા રસ્તાઓની લાઇન બેસી ગઇ છે તેની મરંમત માટે આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવામાં પણ ઠાગાઠૈયાની વૃત્તી દાખવવામાં આવતી હોવાની ફરિયાદ ભાજપના જ વર્તૂળોમાંથી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...