તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે લોકો ખાઇ રહ્યા છે ધક્કા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંકુલમાં વધી રહેલા સંક્રમણ પછી આરોગ્ય વિભાગની નબળાઇથી લોકો હેરાન પરેશાન
  • પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતાં સર્જાયેલી સમસ્યા
  • લોકોને પૂરતી જાણકારી આપવામાં આવે તે જરૂરી

સમગ્ર જિલ્લામાં વેક્સિન આપવાના અભિયાનમાં ગાંધીધામ અવ્વલ નંબરે રહ્યું છે. અન્ય શહેરોની સરખામણીમાં સારી કામગીરી પર હાલ પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. 18 થી 44 વર્ષ અને 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવા માટે પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો ન હોઇ જુદા જુદા સેન્ટરો પર લોકો ધક્કા ખાઇ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. 18થી 44 વયના 97 અને 45+ 192ને શનિવારે વેક્સિન અપાઇ હતી.

કોરોનાની મહામારીમાં શરૂઆતથી જ આગળ પડતી કામગીરી ગાંધીધામમાં ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે કરી હતી. આ સ્થિતિ જાળવી રાખવા માટે પ્રયત્નો પણ કર્યા છે પરંતુ ટેસ્ટ કીટ ખૂટી જવાથી લઇને વેક્સિનનો પૂરતો જથ્થો મળતો ન હોઇ શરૂ કરવામાં આવેલા જુદા જુદા સેન્ટરો પર સામાજિક સંસ્થાઓના સથવારે ચલાવવામાં આવેલા અભિયાનને અસર પડી રહી છે. શહેરના જુદા જુદા સેન્ટરો પર ખાસ કરીને જેને બીજો ડોઝ લેવાનો છે તે વર્ગ સમયસર ડોઝ મળી રહે તે માટે દોડધામ કરે છે.

પરંતુ તેમને નિષ્ફળતા મળી રહી છે. વળી આરોગ્ય વિભાગ દ્વારા કયા સ્થળો ઉપર કયા વર્ગને વેક્સિન અપાશે તેની પણ જાણકારી આપતું ન હોવાથી 18 થી 44 વર્ષની વયના લોકો પણ દોડધામ કરી રહ્યા છે. કેટલાકને સદ્દનસીબે વેક્સિન મળી જાય છે. જો કે, 18 થી 44 વર્ષના વર્ગમાં શરૂઆતથી જ વેક્સિન લેવા માટે ઉત્સાહ જોવા મળ્યો છે.

ઓનલાઇન રજિસ્ટ્રેશનના ધાંધિયા
યુવા વર્ગને વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરાવવાનું હોય છે પરંતુ તેની સાઇટ ખૂલે તો પણ ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર રજિસ્ટ્રેશન થતું ન હોવાથી લોકો અકળાઇ રહ્યા છે. વળી વધુ પડતો ધસારો હોવાથી ક્યાંક સાઇટ બંધ પણ થઇ જતી હોવાની બૂમ ઉઠે છે. જેના રજિસ્ટ્રેશન થઇ ગયા છે તેને પણ પૂરતી જાણકારી મળતી નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.
સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે
સંકુલમાં સંક્રમણને લઇને કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું તારણ પણ નીકળી રહ્યું છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધતા કેસ ચિંતા જન્માવે છે. કોરોનાના વ્યાપને આગળ વધતો અટકાવવા લોકોએ કામ ન હોય તો બહાર નિકળવાથી લઇને સામાજિક અંતર જાળવવાની જરૂર છે. તકેદારીના પગલાં ભરી પોતાને અને પોતાના પરિવારને કોરોનાથી બચાવવા લોકોએ આગળ આવવું પડશે.

રસીનો પહેલો, બીજા ડોઝનો જથ્થો પૂરતો ફાળવો
શહેરમાં 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ બીજો કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ મેળવવા રઝળપાટ કરી રહ્યા છે. આ વેક્સિનનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી રસીથી વંચિત રહ્યા છે. વળી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ વસ્તીના આધારે પૂરતી વ્યવસથા શહેરમાં કરવામાં ન આવતાં કોરોના મહામારીનું સંકટ તંત્રની અણઆવડતને લીધે ઉભું થયું છે. તેવી લાગણી કોંગ્રેસના સમીપ જોષીએ કલેક્ટરને પાઠવેલા પત્રમાં વ્યક્ત કરી વહિવટી તંત્ર સૂગ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...