ભુજ:મેઘપર(કું.)ની સોસાયટીમાં પાણીની તંગીથી લોકો હેરાન

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતમાં રજૂઆત છતાં કોઇ ઉકેલ નહીં

મેઘપર કુંભારડીની કેટલીક સોસાયટીઓમાં ઉનાળાના પ્રારંભથી જ પાણીનો કાળો કકળાટ શરૂ થઇ ગયો છે. સોસાયટીઓ વિકસી રહી છે તેને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ગ્રામ પંચાયત નિષ્ફળ જઇ રહી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે. રજૂઆત કરવામાં આવ્યા છતાં રહીશોને પુરતા પ્રમાણમાં પાણી આપવામાં ન આવતાં લોકોમાં ગ્રામ પંચાયત સામે રોષ જોવા મળી રહ્યો છે. 

પાણી માટે ટેન્કરનો સહારે લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ
મેઘપર કુંભારડીની સોસાયટીઓમાં ગ્રામ પંચાયત દ્વારા અઠવાડીયે એક વખત જ પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાનો રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દર શુક્રવારે પાણીનો સપ્લાય થાય છે પરંતુ એક મહિનાથી પાણી મળ્યું ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીનું ટીંપુ ન મળતાં મોઘાભાવનું પાણી માટે ટેન્કરનો સહારે લેવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. રાધેશ્યામ નગર સહિતની સોસાયટીમાં ઉભી થયેલી પાણીની સમસ્યા ઉકેલવા માટે યોગ્ય નિર્ણય તાકીદે લેવો જોઇએ તેવી માગણી પણ ઉઠી રહી છે. આ બાબતે ગ્રામ પંચાયત અને જે તે સોસાયટીના ડેવલોપરો વચ્ચે બેઠક યોજીને યોગ્ય રસ્તો કાઢવામાં આવે તેવી લાગણી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...