આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી:આજથી 2 વર્ષથી નાના બાળકો માટે PCV વેક્સિન ગાંધીધામમાં અપાશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન્યુમોનિયા, મગજના તાવથી બચાવે છે ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન
  • શહેરના​​​​​​​ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કિડાણા, મીઠીરોહર, સુંદરપુરી, ગણેશનગર, આદિપુરમાં અપાશે

બે વર્ષેથી નાના બાળકો માટે સરકાર દ્વારા નવી રસીના ડોઝ આપવાની શરૂઆત આજથી કરાઈ રહી છે. જે ન્યુમોનીયા અને મગજના તાવથી બાળકોનો બચાવ કરે છે. આજથી ગાંધીધામ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં તેનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાશે. તાલુકા હેલ્થ ઑફિસર ડૉ દિનેશ સુતરીયાએ વિગત આપતા જણાવ્યું કે 20/10ના બુધવાર થી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેદ્રો અને એક અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણ શરુ થશે. બાદમા તમામ જગ્યાએ તેને શરૂ કરી દેવાશે. 5 વર્ષ થી નીચેના બાળકોમાં બેક્ટેરીયા થી ન્યુમોનિયા થાય છે.

જેમાં બાળકોને તીવ્ર શ્વાસોશ્વાસ, ઉધરસ, છાતિનું અંદર ખેચાવુ, શ્વાસની તકલીફ વગેરે થાય છે. ગંભીર બિમારીમાં ખાવા પીવામાં તકલીફ,આંચકી આવવી,બેભાન થઈ શકે અને મૃત્યુ પણ થઈ શકે છે. આ રસી થી રોગ સામે રક્ષણ મળશે અને રોગનો ફેલાવો અટકાવશે.ન્યુમોકોકલ ઈન્ફેકશનના કારણે તાવ,મગજનો તાવ અને ગંભીર ચેપ લાગી શકે છે. ભારતમાં દર વર્ષે ગંભીર ન્યુમોનિયાના 36 લાખ જેટલા કેસ નોધાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોને ન્યુમોનિયા સામે રક્ષણ આપવા માટે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રસી મુકવાની ઝૂંબેશનો આરંભ કરવામાં આવ્યો છે.

વેક્સિનનો ડોઝ ક્યારે બાળકોને અપાય?
5 વર્ષ થી અને ખાસ કરીને 2 વર્ષ થી નાના બાળકો ને જોખમ વધુ રહે છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ભૂતકાળમાં અન્ય ચેપ લાગ્યો હોય, કૂપોષિત, ધુમાડા વાળા અને ગીચ એરિયા માં રહેતા હોય ત્યારે તેની સંભાવના વધી જાય છે. આ વેક્સિનમાં 6 અઠવાડિયે પહેલો ડોઝ, 14 અઠવાડિયે બીજો ડોઝ અને બાળક નવ મહિના નું થાય ત્યારે બુસ્ટર ડોઝ આપવામાં આવશે. લોકોને આ રસી બાળકોને અપાવવા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...