માગ:ડીપીટીના કામદાર,પેન્શનરોને 25મી સુધી પગાર-પેન્શન ચૂકવો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા પોર્ટ કર્મચારી સંધ દ્વારા પોર્ટ પ્રશાસન સામે કરાઈ માગ

દિવાળી ના તહેવારો આવી રહ્યા હોય ત્યારે પોર્ટ ના બધા કામદાર અને પેન્શનરોને તથા કાચા કામદારને પગાર પેન્શન ચૂકવવા 25 તારીખ સુધીમાં કાર્યવાહી આટોપી લેવા માટે કર્મચારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે.

કે.પી.કે.એસ.ના પ્રમુખ મોહનભાઈ આસવાણીએ જણાવ્યું છે કે દીપાવલીના તહેવારને કારણે કામદારોને પગાર પેન્શન સામાન્ય રીતે તારીખ 1 11 સુધીમાં જ થઈ જાય પરંતુ આ તહેવારને કારણે પગારની ચુકવણી પેન્શન વગેરે બધા કામદારો અને કાચા કામદારો નીચો 25 મી ઓક્ટોબર સુધી પેમેન્ટ કરવામાં આવે તો બધા કામદારો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે, બોનસની ચૂકવણી લગભગ દોઢ-બે મહિના પહેલા થવી જોઈએ પરંતુ સરકારના આદેશની રાહ જોવામાં ચૂકવણી થઈ શકી નથી. હવે કેન્દ્ર સરકાર પોતાના બધા કાર્યક્ષેત્રમાં કાર્ય કરી રહેલ કામદારોને બોનસની પરવાનગી આપેલ છે.

રાજ્યના કામદારોને પણ સરકારે નિર્ણય કરેલ છે કે બોનસ 2020-21ની ચુકવણી પણ તારીખ 25 ઓક્ટોબર સુધી કહી દેવામાં આવે .આ ધોરણે ડીપીટીમા માં પણ કાર્યવાહી થાય તેમ પ્રમુખ રાણાભાઇ વિસારિયા,નારી ભાઈ રામદાસાણી જણાવ્યું છે.

દિવાળી બોનસ પેટે પંદર હજાર ચુકવવા માટે કાર્યવાહીનો સંગઠનનો દાવો
કુશળ બિનકુશળ અસંગઠિત કામદાર યુનિયન દ્વારા મિનિસ્ટ્રી ઓફ શિપિંગ ને તા.1/10 ના પત્ર પાઠવીને 2020 નું ચૂકવવાપાત્ર ધ્યાનમાં રાખી વહેલાસર ચૂકવવા રજૂઆત કરવામાં આવી હતી.જોકે મહાબંદર ની બોર્ડની ટીમ 2019 સુધી જ લાગુ હતી .કામદાર ફેડરેશનોએ સાથે મળી 2020 ની નવી સ્કીમ બનાવવાની પ્રક્રિયા આઈપીએ ચાલુ છે .જેને પણ સમય લાગી શકે તેમ હતો એટલે જલ્દી બોનસ ચૂકવવા માગણી કરી હતી જેના ભાગરૂપે જાણકારી મુજબ એડવાન્સ પેટે 15000 રૂપિયા આપવા ડીપીટી દ્વારા કાર્યવાહી ચાલુ છે અને દિવાળી પહેલા બોનસ એડવાન્સમાં 15000 ચૂકવવામાં આવશે તેવો દાવો યુનિયનના મહામંત્રી વેલજીભાઈ જાટે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...