રજૂઆત:ડીપીટીના કામદારોને 16,000 એડવાન્સ બોનસની ચૂકવણી કરો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમામ મુખ્ય બંદરમાં વર્ગ-3અને 4ના કર્મચારી અને કામદારો માટે 2020 -21 નું બોનસ,પીધેલ આર ચૂકવવાનો નિર્ણય સરકાર નાણા મંત્રાલયમાં મંજૂરી માટે બાકી છે. તહેવારોની ઉજવણીમાટે એસએમએસ આને લેબર ટ્રસ્ટી દ્વારા ચેરમેનને પત્ર પાઠવીને બોનસ,પીએલઆર 16000 રૂપિયા એડવાન્સ પેમેન્ટ ચૂકવવા માટે માગણી કરી છે.

એચ.એમ.એસ ના પ્રમુખ અને લેબર ટ્રસ્ટી સત્યનારાયણે ડીપીટીના ચેરમેનને પત્ર પાઠવી જણાવ્યું છે કે તમામ બંદરો ના વર્ગ-3 અને 4ના કામદારોના વર્ષ 2020-21 ના બોનસ ચૂકવવાનો નિર્ણય મંત્રાલયમાં મંજૂરીની અપેક્ષાએ પડ્યો છે. જેને લઇને કામદારો ના તહેવારોની ઉજવણીમાં આયોજન ખોરવાઈ ગયું છે ભૂતકાળમાં ઘણી વખત દીનદયાળ પોર્ટ દ્વારા કર્મચારીઓને એડવાન્સ ચુકવણી કરી દેવામાં આવી હતી. ચુકવણી બાદમાં અંતિમ ચુકવણી માંથી કપાત કરવામાં આવે છે. કોલકાતા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ઓક્ટોબરમાં દુર્ગાપૂજા મહોત્સવ ઉજવણી માટે તેના કામદારોને આવતી બોનસ ચુકવણી કરી ચૂક્યું છે. ઉલ્લેખનિય છે કે, તહેવારોની ઉજવણી શરૂ થઇ ગઇ છે તેવા સમયે કામદારોને બોનસની ચૂકવણી વહેલી તકે થાય તેવી લાગણી કામદાર વર્ગમાં પ્રવર્તી રહી છે તેનો પડઘો એચએમએસ યુનિયન દ્વારા પાડવામાં આવ્યો છે. અન્ય યુનિયનોએ પણ કામદારોના જુદા જુદા હિત માટે અગાઉ માગણી કરી જ છે.

અન્ય સમાચારો પણ છે...