આયોજન:આર્થિક રીતે નબળા કુટુંબની વહારે આવશે પાટીદાર સમાજ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસની સમજુતી આપી સંગઠિત થવા પર ભાર મુકવામાં આવ્યો

સમસ્ત પાટીદર સમાજ તથા યુવા ક્રાંતિદળ ગાંધીધામ, અંજાર અને આદિપુરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના ઉપ-પ્રમુખ ડી.એન. ગોલ તેમજ મંત્રી વિક્રમ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉમા છત્ર વિમા યોજનામાં જિલ્લા તેમજ તાલુકા ક્ષેત્રે કમીટી બનાવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું કાર્યક્ષેત્ર વધારવાની વાત અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવી હતી. વધુમાં ફાઉન્ડેશનની રચના કાર્ય અને વિકાસની સમજૂતિ આપી સમાજને સંગઠીત થઇ સહકારથી કામ કરવાની નેમ લીધી હતી. ગાંધીધામ સમાજના પ્રમુખ મુકેશ પટેલે આર્થિક રીતે નબળા કુટુંબને સહાય આપવાની જાહેરાત કરી હતી. સમાજના અંબાલાલ પટેલ અને ચિરાગ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના મહામંત્રી ડી.બી.સીતાપરાએ આભારવિધિ કરી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન અશોકભાઇએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...