હેરાનગતી:હાઈવે પર મનાઇ છતાં પાર્કિંગઃ નિંદ્રાધિન તંત્ર ક્યારે જાગશે?

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ ગાંધીધામ-ભચાઉ વચ્ચે થતા ટ્રાફિકજામ માટે કારણભુત
  • ​​​​​​​ત્રણ કિલોમીટર કાપવામાં લાગતો 30 મિનિટનો સમયઃ રોજની હેરાનગતી

ભચાઉ થી ગાંધીધામ વચ્ચેના નેશનલ હાઈવે પટ્ટા પર બન્ને તરફ ભારે વાહનોની પાર્કિંગના થપ્પા લાગેલા રોજ દિવસના કોઇ પણ સમયે જોઇ શકાય છે. જેના કારણે ટ્રાફિક સતત અવરોધાય છે અને જામની સ્થિતિ બને છે. રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું કે આ રોજની પરિસ્થિતિ બની રહી છે ત્યારે તંત્ર કેમ કડક કાર્યવાહિ નથી કરતું?

ગાંધીધામ સંકુલ સુધી પહોંચવું અને અહિથી રોડ માર્ગે બહાર જવું ઘણુ પરેશાની જનક થતું હોવાથી હવાઈ અને ટ્રેન વિકસી રહ્યો હોવાની મજાક શહેરમાં પ્રચલીત બની રહી છે. પીયુષભાઈએ જણાવ્યું કે તેમને ગત રોજ તેમને પડાણા બાજુથી ગાંધીધામ આવતા ત્રણ કિલોમીટરના રસ્તાને કાપવામાં 30મિનિટ લાગ્યા હતા. આવીજ ફરિયાદો સોશ્યલ મીડીયામાં અન્યો પણ ઠાલવી રહ્યા છે ત્યારે સૃષુપ્ત અવસ્થામાં રહેલું આરટીઓ, પોલીસ, એનએચ સહિતના વિભાગો કુંભકર્ણીનીંદ્રા માંથી જાગૃત થાય તેવો સુર પ્રબળ બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...