કાર્યવાહી:આદિપુર રહેતી પરિણીતાએ પતિ સહિત 7 સામે ફોજદારી નોંધાવી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના પત્ની સહિત સાસરીયા સામે ગુનો

આદિપુર રહેતી પરિણીતાએ ભુજ રહેતા પતિ સહિત 7 સાસરીયા વિરૂધ્ધ માનસિક અને શારિરિક ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. જેમાં કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના પત્નીએ કે જે તેના માસીજી થાય છે તેમણે પણ મારકૂટની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

આદિપુરના બારવાળી વિસ્તારમાં રહેતા 29 વર્ષીય હીર રોહનભાઇ ભટ્ટીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન 11 ડિસેમ્બર2017 માં ભુજના વોકળા ફળિયામાં રહેતા વિનોદભાઇ રામજીભાઇ ભાવસારના પુત્ર રોહન સાથે રીત રિવાજ સાથે થયા હતા.

લગ્ન બાદ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ પતિ રોહન , સાસુ પલ્લવીબેન, સસરા વિનોદભાઇ રામજીભાઇ ભાવસારનાની નાની વાતોમાં મહેણા ટોણા મારી પરેશાન કરતા હતા. ત્યારબાદ નણંદો કૃતિબેન રાજેનભાઇ ઠક્કર અને કૃપાલીબેન જિજ્ઞેશભાઇ પરમાર પતિ, સાસુ અને સસરાને ચડામણી કરી તેમની સાથે પણ ઝઘડો કરતી.

તા.20 જુલાઇ 2021 ના રોજ તેમણે પુત્રીને જન્મ આપ્યા બાદ સાસરા પક્ષે તે પોતાનો સ્વભાવ સુધારશે તો લઇ જશું તેમ જણાવ્યું હતું. તા.23 જાન્યુઆરીના રોજ તેઓ દિકરીને લઇને સાસરે ગયા ત્યારે સમાજના બે લોકો હાજર હોવાથી તેમની સાથે સારૂં વર્તન કર્યું દિકરીની આરતી ઉતારી સ્વાગત કર્યા બાદ થોડાક દિવસ બાદ ફરી તું કેમ આવી છો કહી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. કાકાજીના દિકરા દર્શન શશિકાંત ભટ્ટીએ મારકૂટ કરી હતી. માસીજી સાસુ નિહારીકાબેને પણ ધમકી આપી હોવાનું પોલીસમાં નોંધાવ્યું હતું, તેઓ ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદીના પત્ની છે.

અન્ય સમાચારો પણ છે...