તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પરિણીતાને કલોલમાં સાસરીયાએ ત્રાસ આપ્યો

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંતાન ન હોવાથી કરાતી હતી પજવણી, આદિપુરની મહિલા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

ગાંધીધામની રેલ્વે કોલોનીમાં રહેતા સરસ્વતીબેન ઉર્ફે ટીના વિજયકુમાર મીણાના લગ્ન વર્ષ-2008 માં કલોલ ખાતે રહેતા વિજયકુમાર રામસિંગ મીણા સાથે થયા હતા પરંતુ તેમના સાસુ નિર્મળાબેન, નીમાબેન રામસિંગ મીણા, નણંદ લક્ષ્મીબેન રણજિતભાઇ મીણા અને નણદોયા રણજિત હનુમાનભાઇ મીણાએ તેમના પતિને સંતાન ન થયું હોઇ તે બાબતે ચડામણી કરી હતી જેમાં તેના પતિએ છૂટાછેડા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપી તા.20 જુલાઇના તેમના માતા-પિતા આવ્યા ત્યારે પતિએ તમારી દીકરીને તમે લઇ જાવ અમારે જોઇતી નથી કહી બહાર કાઢી મુકી હતી.

આ બાબતે મહીલા પોલીસ મથકે અરજી આપ્યા બાદ કાઉન્સેલિંગ કર્યા બાદ પણ લઇ ન ગયા, તેમના માતાએ પણ રાજી ખુશીથી સમાધાન કરવા જણાવ્યું તો ગાળો આપી અપમાનિત કર્યા હતા. મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા સુરક્ષાને લક્ષ્યમાં રાખીને સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાયદાઓ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં સમાજ વ્યવસ્થામાં તેનો પડવો જોઇતો પ્રભાવ હજી સુધી જોવા મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો