ભુજ:શિણાય વાડી વિસ્તારમાં પરિણીતાએ આયખું ટુંકાવ્યું

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિણાયના વાડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણિતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે.  આ બાબતે આદિપુર પોલીસ મથકના પીએસઓ સવિતાબેન સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બનાવ ગત બપોરે 12 વાગ્યાના અરસામાં બન્યો હતો જેમાં શીણાયના વાડી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ધનલક્ષ્મીબેન નિતિનભાઇ વાઘમશીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો જેને રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યા઼ ફરજ પરના તબીબ ડો. એ.કે.શ્રીવાસ્તવે તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. મૃતક પરિણિતાનો લગ્નગાળો સાડા છ વર્ષનો છે અને સંતાનમાં એક ચાર વર્ષનો અને બીજો દોઢ વર્ષનો દિકરો છે. પરિણિતાએ કયા કારણોસર અંતિમ પગલું ભરી લીધું છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...