ભુજ:પરિણીતાએ દહેજ માટે હેરાન કરતા સાસરિયા સામે નોંધાવી ફોજદારી

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુર મહિલા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભારતનગર રહેતા હાલે ઝંડાચોક રહેતા પાયલબેન મોહિતભાઈ નાવાણીએ  નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પતિ મોહિતભાઈ નરેશભાઈ નાવાણી, સસરા નરેશભાઈ ત્રિકમદાસ નાવાણી અને સાસુ ઈશ્વરીબેન નરેશભાઈ નાવાણી દ્વારા લગ્નજીવન દરમ્યાન અવારનવાર મેણા ટોણા મારીને તેના પિતાના ઘેરથી પૈસા લાવવા દબાણ કરાતું હતું. ફરિયાદીએ નાણાની ના પાડતા પતિ અને સાસુ – સસરા દ્વારા શારીરિક – માનસિક ત્રાસ અપાતો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...