તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:હજારોની સંખ્યામાં કોમર્શિયલ ટેક્સની નોટિસ અપાતા વેપારી વર્ગમાં ગભરાટ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંડ કોરોનામાંથી બેઠા થતા વેપારીઓને SMS કે મેઈલથી નોટિસ

હજી માંડ કોરોનાની બીજી લહેરમાંથી વેપારી વર્ગ ઉભો થઈ રહ્યો છે ત્યાં કોમર્શીયલ ટેક્સ સહિતના વેરાઓ કે જેની ગણના હવે એસજીએસટી અંતર્ગત થાય છે, તેની હજારોની સંખ્યામાં સંકુલમાં નોટિસ ગત બે દિવસમાંજ પહોંચતા ગભરાટ અને નારાજગીનો માહોલ છવાયો છે. સુત્રોનું કહેવું છે કે એવા પણ મહતમ લોકોને નોટિસો પહોંચી છે કે જેવો ભુલ સુધારણા કે અપીલમાં ગયેલા છે.

જીએસટી કાયદો લાગુ થયા બાદ જુના ટેક્સ આધારીત ચુકવણાઓને સાફ કરવાના અનેકવીધ પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ગત બે દિવસોમાં કોમર્શીયલ ટેક્સ કલેક્શન માટે હજારોની સંખ્યામાં કચ્છની આર્થિક નગરી ગાંધીધામના વેપારીઓને એસએમએસ અને મેઈલ મારફત નોટિસ પહોંચતા મીશ્ર પ્રત્યાઘાત બહાર આવ્યા હતા. સબંધીત સુત્રોએ જણાવ્યું હતું કે આમા એવા પણ મોટી સંખ્યામાં વેપારીઓ છે કે જેમનું ટૅક્સ જમા થઈ ગયું છે પરંતુ તેની અપલોડ પ્રક્રિયા પુર્ણના કરાતા આ સમસ્યા થઈ છે. તો ભુલ સુધારણા કે જેના માટે 2 વર્ષે અને અપીલ કે જેના માટે 60 દિવસનો સમય મળે છે તેમને પણ આ નોટિસો પહોંચાડાઈ છે. અધુરામાં પુરુ તેમાં ક્યા વર્ષનું બાકી નિકળતી રકમ છે, તે અંગે કોઇ માહિતી ના હોઇ માત્ર કુલ નિકળતી રકમ અને જમા કરવાની તારીખ 24 જુન દર્શાવી દેવાઈ છે. વેપારી વર્ગનું કહેવું છે કે કોરોનાની છેલ્લા દોઢ વર્ષેથી દરેક વેપારી પરેશાન છે ત્યારે સરકારે આવા સમયે મદદરુપ થવું જોઇએ, નહિ કે આ રીતે નોટિસો અધુરી અને કેટલાક કેસોમાં અયોગ્ય રીતે નોટિસો મોકલીને વેપારીઓ પર દબાણ વધારવું જોઇએ.

કેમ ઇન્કમ ટેક્સની જેમ સંપૂર્ણ વ્યવસ્થા ઓનલાઇન આધારિત નથી કરાતી?
ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા સંપુર્ણ વ્યવસ્થા ઓનલાઈન કરી દેવાતા કોઇ વ્યક્તિને પોતે કચેરીમાં કે વિભાગના અધિકારી, કર્મચારીની મુલાકાત કરવાની જરૂર રહી નથી. પરંતુ બાકીના એસજીએસટી કે સીજીએસટી દ્વારા આવી વ્યવસ્થા કેમ વિકસાવવામાં નથી આવતી અથવા તો તેવું ના થવા દેવાના પ્રયાસ કરાય છે તે તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...