દબાણ:નાના ધંધા રોજગાર ચલાવી પેટીયું રળતા લોકો પર પાલિકા પડ્યા પર પાટુ મારે છે

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની કાર્યવાહી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
  • ચીફ ઓફિસરને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માગણી કરાઇ :અન્ય વેપારીઓના દબાણ પ્રત્યે આંખ મિચામણાનો આક્ષેપ

પાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં લારી- ગલ્લા સહિતના અન્ય દબાણો દૂર કરવા માટે પગલા ભરવામંા આવી રહ્યા છે. યુવક કોંગ્રેસ દ્વારા આજે આ મુદ્દે પાલિકા કચેરીએ હલ્લાબોલ કરીને નગરપાલિકા નાના ધંધા રોજગાર ચલાવી પેટીયું રળતા લોકો પર પડ્યા પર પાટું મારી તેની રોજગારી છીનવવાનો પ્રયત્ન કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાસહિતની માગણી કરવામાં આવી હતી.

પાલિકાના ચીફ ઓફિસરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે, ટાગોર રોડ, રેલવે સ્ટેશન, રાજવી ફાટક સહિતના વિસ્તારોમાં નાના ગરીબ લોકોના ધંધા રોજગાર પર દબાણના નામે આજીવીકા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કોરોનામાંથી માંડ ઉભા થઇ પોતાની અાજીવીકા માટે નાના ધંધા રોજગાર ચલાવી પેટીયું રળી રહ્યા છે તેની રોજગારી છીનવી પડ્યા પર પાટું મારવામાં આવ્યું છે. સત્તાપક્ષ સોશિયલ મિડીયામાં મોટા પ્રચાર કરે છે. મોલમાંથી સામાન ન ખરીદવા, નાના ધંધાર્થી પાસે ખરીદી કરવા પણ પાલિકા નાના ધંધાર્થીને પાયમાલ કરી નાખે છે. શહેરની વચલી બજાર, ચાવલા ચોક, આત્મારામ સર્કલથી રેડક્રોસ ચાર રસ્તા પર વેપારીઓના દબાણો દૂર ન કરી એકને ગોળ બીજાને ખોળની નીતિ અપનાવવામાં આવ્યાનો આક્ષેપ પણ કરાયો હતો. જ્યારે કેટલાક વેપારીઓ પોતાની દુકાન પાસે ફુટપાટ પર ગેરકાયદેસર રીતે જગ્યા ભાડે આપી ભાડા વસૂલી રહ્યાનું જણાવીને તેની સામે કેમ કાર્યવાહી કરાતી નથી. સંજય ગાંધી, ગની માંજોઠી, કાસમભાઇ ત્રાયા, હકુભા જોજા, ચેતન જોશી, નીતેશ લાલન, રાધાસિંહ ચૌધરી, વાલજીભાઇ દનિચા, લતીફ ખલીફા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...