તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઈરસ:ઓસ્લોમાં સ્પા ચાલુ રહેતા માલિક - મેનેજરની અટક, સ્પા બંધ રાખવાના જાહેરનામાનો ભંગ

ગાંધીધામ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાસ પરમીટ ન મળી : એક છોકરી મળી આવી

ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં એક સ્પા ચાલુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ચાલુ સ્પા પકડી પાડ્યો હતો. જેના માલીક અને મેનેજરની અટક કરીને તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.કોરોના વાઈરસ ન ફેલાય તે માટે લોકો વચ્ચે અંતર રાખવું ખુબ આવશ્યક હોવાથી તેવા તમામ વ્યવસ્થાનો પર પ્રતિબંધ જાહેર કરાયેલો છે. આ સમયગાળામાં સ્પા પર પણ પ્રતિબંધ જાહેર હોવા છતાં ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં એક સ્પા ચાલુ હોવાની બાતમીના આધારે ગાંધીધામની બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા નિલેશ પાર્કમાં આવેલી ઓફિસ નં. 220માં ચાલતા ડિવાઈન સ્પા પર દરોડો પાડતા ત્યાં સ્થળ પર સ્પાના માલિક નિર્મલ ચેતનભાઈ ઠાકોર (ઉ.વ.27,  રહે. અપનાનગર, ગાંધીધામ) અને મેનેજરની ભુમીકા ભજવતા હેમેંદ્રસિંહ લક્ષ્મણસિંહ રાજપુત (ઉ.વ.28) (રહે. વોર્ડ 6એ., આદિપુર) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે સ્પા ચાલુ રાખવા માટે પાસ પરમીટ માંગતા કોઇ મળી આવ્યા નહતા, અને એક છોકરી સ્પામાંથી મળી આવી હતી. જેથી બીમારી ફેલાય તે રીતનું ક્રુત્ય કરીને જાહેરનામા ભંગનો ગુન્હો કરતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો