રોષ:મેડિકલ બિલમાં કપાત સામે યુનિયનમાં રોષ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીન દયાળ પોર્ટના મનસ્વી નિર્ણયને લઇને કર્મચારીઓ થઇ રહ્યા છે હેરાન
  • કંડલા પોર્ટ કર્મચારી સંઘ દ્વારા ચેરમેન અને મેડિકલ યુનિટના વડાને સુપ્રિમ કોર્ટની સૂચનાથી અવગત કરી કરાઇ રજૂઆત

સરકારી કર્મચારિયો જેમાં દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને અન્ય દશ મહા બંદરગાહો નો સમાવેશ થાય છે. જ્યાં બધા કર્મચારીઓ અને પેન્શનરો સહ પરિવાર જયારે પણ કોઈ બીમારી, ઓપરેશન વગેરે ખર્ચ કરે ત્યારે પ્રશાસન ઘણા ખર્ચાઓ માં કાપ મૂકી તેમને અન્યાય કરે છે અને જેથી યુનિયન ને આ મુદ્દા માટે લેખિત અને મોખિક રજુઆતો કરવી પડે છે.

પ્રશાસન અધિકારીઓ પોતાનો ફરજ નિભાવવામાં નિષ્ફળ જાય છે તો તેનો ભોગ કર્મચારીઓ ને ભોગવવો પડે છે. ડીપીટીના આ વલણ સામે કર્મચારીઓ અને યુનિયનો દ્વારા નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી ચુકી છે. કોર્ટના ઠરાવનો હવાલો આપીને કંડલા પોર્ટ કર્મચારી સંઘ દ્વારા ફરી એક વાર રજૂઆત કરી છે.

તા. 18-11ના રોજ કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક) ના પ્રમુખ મોહનભાઈ આસવાની પોર્ટ ના અધ્યક્ષ અને મેડિકલ ડીપાર્ટમેન્ટ ના વડા ડો.અનીલ ચેલાની ને એક પત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જણાવ્યા મુજબ કર્મચારી અથવા નિવૃત્ત કર્મચારી ને સી.જી.એચ.એસ. નિયમ લાગુ કરી મેડીકલ ખર્ચમાં કાપ મુકવી યોગ્ય નથી. સાથે સાથે એવી જ બે જજમેન્ટ પણ આ કોર્ટ દ્વારા કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ તથા તેમના પરિવાર જો મેડીકલ ટ્રીટમેન્ટ માં કોઈ પણ ખર્ચ કરતા હોય અને તે પણ જો પ્રાઈવેટ હોસ્પિટલ માં કર્યો હોય તો આ ખર્ચ સંપૂર્ણ રીતે તેમને ચુકવવું જોઈએ તેવું નિર્ણય આપ્યો છે.

એક કેસમાં કામદાર ને જયારે 13.50 લાખ ખર્ચની સામે લગભગ 5 લાખ રૂપિયા આપેલ ત્યારે તેમને બાકીના રૂપિયા ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ ઘણા કિસ્સામાં કર્મચારીઓ દ્વારા મુકવામાં આવેલા બિલમાં મનસ્વિ રીતે કાપકુપ થતી હોવાની ફરિયાદો પણ ઉઠી ચુકી છે.

દીન દયાળ પોર્ટમાં બિમારીમાં મેડિકલના ખર્ચામાં કાપથી કર્મીઓ અકળાય છે
યુનિયને એવું પણ જણાવેલ કે હાલની કોવિદ-19 પરિસ્થિતિઓ અને દેન્ગું, ચીકન ગુનિયા જેવી બીમારીઓ માં કામદારો અને ખાસ કરીને નિવૃત્ત કામદારો અને તેમના પરિવાર ને આવા મેડીકલ ખર્ચાઓ નકારાત્મક વિચારધારાથી આપવામાં નથી આવતા ત્યારે યુનિયનને એક એક કેસ માટે પ્રશાસન અને ખાસ કરીને મેડીકલ ડીપાર્ટ મેન્ટ સાથે રોજ બ રોજ માથાકુટ કરવી પડે છે.

અદાલતો ના આવા જજમેન્ટ હોવા છતાં ખર્ચ કરેલ રૂપિયા આપવામાં આનાકાની કરે છે જે અદાલતોના જજમેન્ટ ની અનદેખી અને લગતા વળગતા ઓ ને અન્યાય જેવું કૃત્ય કરે છે એવુ યાદીમા યુનિયનના ઉપપ્રમુખ રાણાભાઇ વિસારિયા અને મહામંત્રી નારીભાઇ રામદાસાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...