તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં વૃક્ષનો ખો કાઢતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નગરપાલિકા દ્વારા ચોમાસામાં પાણી ન ભરાય તે માટે આત્મારામ સર્કલથી રેડક્રોસ સોસાયટીની ઓફિસની સામેના ભાગ સુધી પાઇપલાઇન નાખવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પણ ખોદકામ કર્યા પછી માટી સમથળ કરવી જોઇએ તેમાં કચાસ રાખવામાં આવી રહ્યાની ફરિયાદ પણ ઉઠી રહી છે. દરમિયાન ડીપીટીના મેદાનની સામેના ભાગે જ વર્ષો જુના વૃક્ષને દૂર કરવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

પાલિકા દ્વારા પર્યાવરણ બચાવવા માટે વધુ વૃક્ષ વવાય તે માટે પણ તકેદારી રાખવી જોઇએ તેવી માગણી પણ ઉઠી રહી છે. એક તબક્કે નગરપાલિકાએ કોઇ સંસ્થા દ્વારા શહેરની ફુટપાથ પર મુકવામાં આવેલા વૃક્ષના પિંજરા ટ્રાફિકને અડચણરૂપ હોવાનું બહાનું કાઢીને કેટલાક સ્થળેથી દૂર કર્યા હતા. જે તે સમયે આ ઝૂંબેશ સામે પાલિકાએ પગલા ભર્યા ત્યારે વિવાદ પણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો